July 27th 2021

વક્રતુડ શ્રી ગણેશ

**ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય**

.        . વક્રતુંડ શ્રી ગણેશ

તાઃ૨૭/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમપવિત્ર માતા પાર્વતીના લાડલા નંદન,સંગે પિતા ભોલેનાથ કહેવાય
અવનીપરના આગમનને માબાપની કૃપાથી,ભાગ્યવિધાતાથીય ઓળખાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જે પરમશક્તિશાળી ભોલેનાથથીઓળખાય
માતા પાર્વતી એહિમાલયની પુત્રી,જે સમયે શંકરભગવાનથી લગ્નકરી જાય
ભગવાનની કૃપાએ જન્મલીધો અવનીપર,જે જીવનમાં પરિવારને લાવીજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ કહેવાય,પછી શ્રી કાર્તિકેયનો જન્મપણ થઈ જાય
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
માબાપની પવિત્રરાહે કૃપામળતા,વક્રતુંડ મહાકાય સર્વકાર્યના પ્રેરકપણ થાય
એવા વ્હાલા લાડલા દીકરા શ્રીગણેશ,જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
પાર્વતી માતાએ દીકરીને જન્મ આપ્યો,એ પરિવારમાં અશોક સુંદરી કહેવાય
શ્રીગણેશએ ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તા કહેવાય,સંગે શુભલાભના પિતાથાય 
....પવિત્રદેહ હિંદુ ધર્મમાં,જે વિઘ્નવિનાયક સંગે ગજાનંદ શ્રીગણેશ પણ કહેવાય.
===============================================================

 

July 27th 2021

કૃપા પવિત્ર માતાની

**આવતી કાલે વસંત પંચમી, આ શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો સરસ્વતી વંદના - Sandesh**

..        .કૃપા પવિત્ર માતાની

તાઃ૨૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રશ્રધ્ધાએ પરમાત્માને વંદન કરતા,પાવનકૃપા મળેલદેહને મળી જાય
જીવનમાં અનેકરાહે જીવન જીવતા,દરેક રાહે સત્કર્મનો સંગાથ મેળવાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પ્રેમથી કૃપાકરવા પધારે માતા આંગણે,જે પવિત્રકલમની કેડી આપીજાય
પ્રભુકૃપાથી મળેલ માનવદેહને,પાવનરાહની કેડીઓ જીવનમાં મળતીજાય
માતાસરસ્વતીએ પવિત્રદેવી છે,જે મળેલદેહને મગજથી સમજણ દઈજાય
મળેલદેહના મગજને કૃપાએ,પવિત્રકલમનીકેડી મળતા રચનાઓ થઈજાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પકડેલ કલમને માતાની કૃપા મળતા,અનેક સુંદર રચનાઓથી અનુભવાય
પવિત્ર કૃપાળુજ માતા છે જે માનવદેહને,સમજણથી કલમને પકડાઇ જાય
અનંત આનંદ મળે ક્લમપ્રેમીઓની,રચનાને વાંચતા વાંચકોને ખુશકરીજાય
માતાની પવિત્ર કૃપા મળતાજ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને બેઠકથીજ મળાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
############################################################