July 26th 2021

અજબ કૃપાળુ

.          .અજબ કૃપાળુ

તાઃ૨૬/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,જીવનમાં અનેક અનુભવ થાય
કુદરતની આલીલા જગતપર પ્રસરીરહી,જે મળેલદેહને સમયે મળતીજાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જન્મમળતા દેહનેકર્મ મળે જે જીવને,અવનીપર આવનજાવન આપી જાય
જીવને અનેકદેહનો સંબંધજન્મથી,પણ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની ભક્તિ કરતાજ માનવદેહપર,પરમાત્માની પાવનક્રૃપા થઈ જાય
જગતમાં અજબકૃપાળુ પરમાત્મા છે,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જીવને મળેલદેહ જન્મથી લાવી જાય,જે સમયસમજીને ચાલતા અનુભવાય
કુદરતની પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરાય
આંગણેઆવી કૃપામળે પ્રભુની જીવનમાં,જ્યાં ઘરમાં પરમાત્માને વંદનથાય
મળેલદેહના જીવનમાં નાકોઇ અપ્રેક્ષારખાય,કે નાકોઇ માગણી પણ રખાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
============================================================
 
July 26th 2021

દેવી પાર્વતી અને શિવ

            .દેવી પાર્વતી અને શિવ

તાઃ૨૬/૭/૨૦૨૧    (શ્રાવણ માસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પાર્વતીનો,જે પ્રભુ શિવને અનંતપ્રેમ આપી જાય
પાવનરાહે જીવન જીવતા સત્કર્મનો સંગાથ મળે,જે નિખાલસ જીવન જીવાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
પરમકૃપાળુ પરમાત્માનો દેહછે હિંદુધર્મમાં,જેમને સોમવારે દુધ અર્ચના કરાય
સંગેપવિત્રપ્રેમ પત્નિ પાર્વતીનો મળ્યો,જે જગતમાં પતિ મહાદેવની પુંજા થાય
પવિત્ર પ્રભુનોદેહ શંકર કહેવાય,જીવનસંગીની હિમાલયની પુત્રી પાર્વતી થાય
પ્રભુકૃપાથી પવિત્રદેહ જન્મ્યા ભારતમાં,જે દેવી પાર્વતી અને શિવથીજ પુંજાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
હિંદુ ધર્મમાં શંકર ભગવાનને,પાર્વતી પતિ મહાદેવથી ધુપદીપથી પુંજન કરાય
મળ્યો મને ભોલેનાથસંગે માતાપાર્વતીનોપ્રેમ,જે જીવનમાં નાકોઇઅપેક્ષારખાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થતાજ,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્ર પ્રસંગને પારખીને જીવનમાં,શ્રાવણ માસના પ્રથમ દીવસે પુંજન કરાય
....એ નિર્મળ ભાવનાથી જીવનમાં સાથ મળતા,જગતમાં પરિવારને વંદન કરાય.
################################################################
July 26th 2021

શિવ ભોલે ભંડારી

*om namah shivaya bhajan*
.          .શિવ ભોલે ભંડારી

તાઃ૨૬/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં એ શ્રીમહાદેવ,સંગે શિવ ભોલેભંડારીય કહેવાય
ભક્તોની ભક્તિ પારખી શ્રાવણ માસમાં,કૃપા કરીને આનંદ આપી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
ભારતની ભુમીને પવિત્રકરવા અનેકદેહથી,જન્મલઈ જીવનેસુખ આપીજાય
હિંદુ ધર્મમાં જીવને મળેલદેહને,પવિત્ર ભક્તિરાહ પ્રભુના દેહથી મળીજાય
શંકર ભગવાન જે ભારતમાં પવિત્ર ગંગા નદીને,જટાથી એ વહાવી જાય
જગતમાં શંકરભગવાન એ પવિત્રદેવી,માતા પાર્વતીના પતિથી ઓળખાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
સોમવારની સવારે શ્રધ્ધાથી બમબમ ભોલે મહાદેવ,બોલીને ધુપદીપકરાય
શિવલીંગને વંદનકરી દુધથી અર્ચના કરવાથી,પવિત્રકૃપા મળેલદેહપર થાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જે જગતમાં,ભાગ્યવિધાતા સંગે વિહ્નહર્તા કહેવાય
રિધ્ધીસિધ્ધીના એ પતિદેવ છે,સંગે શુભ અને લાભના એ પિતાપણ થાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
પવિત્ર પિતા જગતમાં ભક્તોના છે,જ્યાં ૐ નમઃ શિવાયથીજ જાપ કરાય
અજબશક્તિશાળી પ્રભુનો દેહ છે,જે શ્રધ્ધાથી પુંજનકરતા કૃપા અનુભવાય 
મળે કૃપા જીવનમાં નિખાલસ ભક્તિથી,જે મળતાદેહને પાવનરાહે લઈ જાય
શ્રીગણેશ સંગે કાર્તીકેય એપુત્ર જન્મ્યા,અને દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
=============================================================