July 26th 2021

શિવ ભોલે ભંડારી

*om namah shivaya bhajan*
.          .શિવ ભોલે ભંડારી

તાઃ૨૬/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં એ શ્રીમહાદેવ,સંગે શિવ ભોલેભંડારીય કહેવાય
ભક્તોની ભક્તિ પારખી શ્રાવણ માસમાં,કૃપા કરીને આનંદ આપી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
ભારતની ભુમીને પવિત્રકરવા અનેકદેહથી,જન્મલઈ જીવનેસુખ આપીજાય
હિંદુ ધર્મમાં જીવને મળેલદેહને,પવિત્ર ભક્તિરાહ પ્રભુના દેહથી મળીજાય
શંકર ભગવાન જે ભારતમાં પવિત્ર ગંગા નદીને,જટાથી એ વહાવી જાય
જગતમાં શંકરભગવાન એ પવિત્રદેવી,માતા પાર્વતીના પતિથી ઓળખાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
સોમવારની સવારે શ્રધ્ધાથી બમબમ ભોલે મહાદેવ,બોલીને ધુપદીપકરાય
શિવલીંગને વંદનકરી દુધથી અર્ચના કરવાથી,પવિત્રકૃપા મળેલદેહપર થાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જે જગતમાં,ભાગ્યવિધાતા સંગે વિહ્નહર્તા કહેવાય
રિધ્ધીસિધ્ધીના એ પતિદેવ છે,સંગે શુભ અને લાભના એ પિતાપણ થાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
પવિત્ર પિતા જગતમાં ભક્તોના છે,જ્યાં ૐ નમઃ શિવાયથીજ જાપ કરાય
અજબશક્તિશાળી પ્રભુનો દેહ છે,જે શ્રધ્ધાથી પુંજનકરતા કૃપા અનુભવાય 
મળે કૃપા જીવનમાં નિખાલસ ભક્તિથી,જે મળતાદેહને પાવનરાહે લઈ જાય
શ્રીગણેશ સંગે કાર્તીકેય એપુત્ર જન્મ્યા,અને દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એ પરમ શક્તિશાળી પરમાત્માનોજ દેહ છે,જે ભારતમાંજ જન્મ લઈ જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment