July 22nd 2021
+++
+++
. .જલારામની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,વિરપુરમાં જન્મ લઈ જાય
જે પવિત્ર પ્રેરણાથી ભુખ્યાને ભોજન દેવા,નાકોઇ અપેક્ષાએ પ્રેરી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પ્રભુએ આંગળી ચીંધી અવનીપર,જે વિરપુરમાં પવિત્રદેહથી ઓળખાય
મળેલદેહને જીવનમાં નાઆશા કેનાઅપેક્ષાઅડી,જે પાવનરાહે લઈ જાય
પવિત્રકર્મ કરતાજીવનમાં સમયનીસાંકળથી,પ્રભુ પરીક્ષાકરવા આવીજાય
સત્કર્મની કૃપામળી મળેલદેહને,જે કર્મથીદેખાય નાકોઇ જીવથી છટકાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં પ્રભુની પ્રેરણાએ,જે જય જલારામ કહેવાય
અવનીપરના માનવદેહને પ્રેરણા કરી,કે નિરાધારને ભોજન પ્રેમથી દેવાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ છે,જે અનેક કર્મથી દેહને પ્રેરી જાય
પ્રભુની કૃપામળે જીવને મળેલદેહને,જે પાવનરાહે જીવતા મુક્તિમળી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
================================================================
No comments yet.