July 29th 2021

. .સમયને પકડજે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની થયેલ કર્મથી,સમયે જ્યોત પ્રગટે જીવનમાં
જે પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે સમયેજ સમજાઈ જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે સમય સાથે લઈ જાય
પવિત્રરાહ મળે પ્રભુની કૃપાથી,એ દેહને ભક્તિરાહે દોરી જાય
ના માગણી કે કોઇજ અપેક્ષા રહે જીવનમાં,એજ કૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
જન્મમરણનો સંબંધ જીવને જગતપર,નાકોઇ જીવથીદુર રહેવાય
કર્મનીરાહ માનવદેહને મળે,જે નિરાધાર જીવન જીવતા મેળવાય
જીવને મળેલદેહ એજ કુદરતની કૃપા,જે સમયની સાથેલઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુકૃપાએ સમયસમજીનેચલાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
#########################################################
No comments yet.