August 2nd 2022

પવિત્રસંતાન ભોલેનાથના

+++શ્રીગણેશમહાપુરાણ: Shri Ganesh Mahapuran (Gujarati) | Exotic India Art+++

.          . પવિત્રસંતાન ભોલેનાથના    

 તાઃ૨/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
હિન્દુધર્મની પવિત્ર જ્યોત જગતમાં પ્રસરાવી,જે શંકર ભગવાનની કૃપા કહેવાય
પવિત્ર પરિવાર થયો જેમાં શંકર ભગવાન,સંગે પત્નિ પાર્વતી જીવનસંગીનીથાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
પાવનકૃપા મળે ભોલેનાથની,જ્યાં દુધ અર્ચના કરી ઑંમ નમઃ શિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળી માબાપની શ્રીગણેશને,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રરાહ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથીજન્મલઈ જીવનેપ્રેરણા કરીજાય
જીવને મળેલ માનવદેહના જીવનમાં,શ્રી ગણેશની કૃપાએ પવિત્ર ભાગ્ય મળીજાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરતા,પરમાત્માની પાવનકૃપાજ દેહને મળી જાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ મળી જાય,જે ગતજન્મના કર્મથીમેળવાય
શ્રી ગણેશની કૃપા મળે સમ્ગે પત્નિ રીધ્ધીસિધ્ધીના,દેહને આશિર્વાદ મળી જાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
###################################################################### 
             

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment