August 3rd 2022

પવિત્ર કૃપાળુમાતા

  જાદવ રાજપૂત - જાદવરાજપૂત ની કુળદેવી જય લક્ષ્મીમાતા "જાદવ ની કુળદેવી લક્ષ્મીમાતા" "જય માતાજી" જાદવ વિજયસિંહ | Facebook
.            પવિત્ર કૃપાળુમાતા

  તાઃ૩/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિન્દુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે જગતમાં,જે ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શ્રીવિષ્ણુ ભગવાનના એ પત્નિ હતા,જે ધનવર્ષાથી ભક્તને સુખ આપીજાય
  ...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
મળે માતાનો પવિત્રપ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પુ.લક્ષ્મીમાતાની પુંજાય કરાય
ઑમ મહાલક્ષ્મીએ નમો નમઃથી ધુપદીપ કરીને,માતાની ઘરમાં આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાની શ્રધ્ધાથી ભક્તિકરતા દેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમકૃપાળુ શ્રી વિષ્ણુભગવાન સંગે પુજ્ય લક્ષ્મીમાતા,એમનીપુંજાથી અનુભવ થાય
 ...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર ધર્મ હિન્દુ છે જે પવિત્રરાહે જીવન જીવાડીનેજ,સુખ આપી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લઈને,પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કરીજાય
માનવદેહને જીવનમાં લશ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનની કૃપાએ સુખ મેળવાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા જીવના દેહથી રખાય,એજ માતાનોપ્રેમ કહેવાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
#####################################################################