August 21st 2022

અદભુત પાવનકૃપા

 akshaya tritiya 2022 date coincidence after 50 years rajyog and 5 importance of akhatrij - અક્ષય તૃતીય પર 50 વર્ષ બાદ બની રહ્યો છે ગ્રહોનો અદભુત સંયોગ, જાણો ઉપાય – News18 Gujarati
.          .અદભુત પાવનકૃપા

તાઃ૨૧/૮/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા પ્રેરણા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય  
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવનુ આગમનદેહથી,જે પ્રભુકૃપાએ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નિરાધારદેહને નાકર્મનો સંબંધ અવનીપર,ભગવાનનીકૃપાએ માનવદેહ મળીજાય
પરમાત્માની અદભુત પાવનકૃપા,જે જીવને અવનીપર સમયેઆગમન આપીજાય
દેહને કર્મનો સંગાથ મળે જીવને,પ્રભુકૃપાએ દેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજનકરાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જીવના દેહને સમયે પ્રેરણા મળે જીવનમાં,પ્રભુકૃપાએ પાવનરાહે જીવન જીવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીએ નિરાધારદેહ છે,ના સમય સાથે ચલાય
પ્રભુની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા કે માગણી અડે,એ પ્રભુની કૃપાજ કહેવાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
******************************************************************** 


	
August 21st 2022

શ્રધ્ધા ભક્તિની

મંત્ર - વિકિપીડિયા
.             .શ્રધ્ધા ભક્તિની

તાઃ૨૧/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા એમળેલ માનવદેહપર,જે સમય સમજીને લઈ જાય 
પાવનકૃપાની પવિત્ર પ્રેરણા મળેજીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીનેજ પુંજ્ન કરાય 
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
હિંદુધર્મથી પવિત્રરાહ આપી પરમાત્માએ ભારતદેશથી,જે પવિત્રદેશ કરીજાય
ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય,જેમની પુંજા જગતમાં કરાય
જગતમાં પરમાત્મા અજબકૃપાળુ દેહ થયા,જેમની શ્રધ્ધારાખીને ભક્તિ થાય 
મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે પવિત્રભક્તિથીમળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુનીકૃપા જીવને નિરાધાર દેહથી બચાવી જાય,સમયે માનવદેહ મળી જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
##################################################################