August 22nd 2022

જ્યોત જીવનની

 
.            .જ્યોત જીવનની

તાઃ૨૨/૮/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવી જાય
મળે જીવનમાં નિખાલસપ્રેમ સંબંધીઓનો,જે મળેલપ્રેમની જ્યોત પ્રગટીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય. 
અવનીપર મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
સરળરાહે જીવન જીવતા પ્રભુની શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપા મળી જાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
નિખાલસપ્રેમ પકડીને આવજો મળવા,એ સમયે મને પવિત્રઆનંદ આપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
મળેલદેહની માનવતા પ્ર્સરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
પવિત્રકૃપામળે ભગવાનની માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
જીવને પ્રભુની કૃપાએ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય 
મળેલ જીવનાદેહને ગત જન્મના થયેલકર્મનો સંબંધ,ના કોઇ જીવથી છટકાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
##################################################################