August 17th 2022
***
***
પ્રભુની પાવનકૃપા
તાઃ ૧૭/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,એ દેહને સમય સાથે લઈ જાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય.
પ્રભુની પવિત્રકૃપા છે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યં પવિત્રકૃપાએ જીવને દેહમળી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ,જગતમાં પવિત્રદેશ થઈજાય
પ્રભુકૃપાએ માનવદેહને,અવનીપરથી,આગમનવિદાયથી મુક્તિમેળવાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,જે ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં દેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને પાવનકૃપામળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા જીવનમાં કરાય
મળેપાવનકૃપા પ્રભુનીમળેલદેહને,જે શ્રધ્ધાભક્તિની પવિત્ર્રરાહ આપી જાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય
###############################################################