August 27th 2022
###
###
. ભક્તિનો ભંડાર હિંદુધર્મમાં
તાઃ૨૭/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી જગતમાં પવિત્ર કરી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,માનવદેહથી જન્મલઈ ભક્તિકરાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભારતદેશથી,મળેલમાનવદેહને શ્રધ્ધાથી પ્રેરી જાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,ના કોઇજ જીવથી કદી જગતમાં છટકાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ આગમનવિદાય આપી જાય
માનવદેહને ભગવાનની કૃપાએ કર્મનો સંબંધમળે,જે જન્મ મરણથી મળતો જાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
ભગવાને ભારતદેશમાં જન્મલઈ માનવદેહપર કૃપા કરી,જે અંતે મુક્તિ મળી જાય
અનેકદેહલઈ જીવને મળેલદેહને પ્રેરણાકરી,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જગતમાં હિંદુધર્મજ ભારતદેશથી માનવદેહને મળે,જે પરમાત્માની કૃપાજ કહેવાય
અનેક નિરાધારદેહ મળે જીવને અવનીપર,જે નાકોઇજ પવિત્રરાહદેહને મળી જાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
*******************************************************************
No comments yet.