November 8th 2022

પવિત્ર શ્રધ્ધાની ભક્તિ

  પ્રદીપની કલમે | Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt | પૃષ્ઠ 14 
           પવિત્ર શ્રધ્ધાનીભક્તિ      

તાઃ૮/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મ કરાવી જાય
સમયની પવિત્ર સાંકળ એ મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપાએ પાવનરાહે લઈજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
અદભુતકૃપા પ્રભુની કહેવાય,જે જીવને અનેકરાહે પ્રેરણાથી પવિત્રરાહ આપીજાય
અનેકદેહનોસંબંધ અવનીપર જીવને,જે ગતજન્મના દેહનાકર્મથી આગમનમળીજાય 
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,જીવને માનવદેહ મેળવાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળીજાય,એ જીવનમાં પ્રભુનીભક્તિકરાવીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જે ઘરમા ધુપદીપકરી પુંજા કરાવી જાય
સમયને પારખીને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
પ્રભુની પવિત્ર અદભુતકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે પવિત્ર હિંદુધર્મની જગતમાં પ્રેરણા આપીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment