November 21st 2022

પ્રભુની પાવનકૃપા

પ્રદીપકુમારની કલમે… » 2017 » March
.            પ્રભુની પાવનકૃપા

તાઃ૨૧/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા,પવિત્રરાહે જીવન જીવાડી જાય 
જીવનમાં નાકોઇ આશા કેઅપેક્ષા અડે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળ એ જીવપર પ્રભુની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મેળવાય,જે જીવને જન્મમરણ આપીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જગતમાં,એ મળેલદેહને સમજણથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
શ્રધ્ધાથી હરમાં ભગવાનના નામની માળાજપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય 
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાન માનવદેહથી જન્મીજાય
ભગવાનનો પવિત્રધર્મ એ હિંન્દુધર્મ કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે દેહના જીવને અંતે મુક્તિજ આપી જાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
##################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment