October 29th 2023

શ્રધ્ધા એકૃપા પ્રભુની

 ******
.             શ્રધ્ધા એકૃપા પ્રભુની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
મળેલ માનવદેહના જીવનની જ્યોતપ્રગટે,જે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને શ્રધ્ધાથી,ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
જીવના મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
દેહને બાળપણ જુવાની અંતે ઘૈડપણ મળીજાય,એ દેહને સમયસાથે લઈજાય
જીવને પ્રભુકૃપાએ સમયે જન્મથી દેહ મળતાજાય,માનવદેહ પ્રભુકૃપા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે જન્મમરણથી અનુભવ થાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુનીપ્રેરણાએ જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
અવનીપરમળેલ નિરાધારદેહને જીવનમાં,નાકર્મનો સાથમળે નાસમયને સમજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે શ્રધ્ધાથી દેહને ભક્તિકરાવીજાય 
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################