July 22nd 2021
***
***
. .સાંઇબાબાની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને સંત સાંઇબાબાની પુંજા કરતા,પવિત્ર કૃપાનો અનુભવ થાય
ધુપદીપ કરીને વંદન કરતા વ્હાલા બાબા,ભક્તિ પારખીને પ્રેમઆપી જાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પાર્થીવ ગામમાં ભોલેનાથની કૃપાએ દેહ લીધો,ત્યાંથી એ શેરડી આવી જાય
શેરડીગામને પવિત્ર કરવાપધાર્યા,જ્યાં દ્વારકામાઈ તેમનીસેવા કરવા મળીજાય
પવિત્ર ભાવનાથી આંગળી ચીંધી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએજ મળે,એ જીવને મળેલદેહથી કૃપા મેળવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
અવનીપરનો સંબંધ છે જીવને,જે સમયે દેહમળતા જીવને અનેકકર્મ મળી જાય
કુદરતની પાવનકૃપા ધરતીપર જે મળેલદેહને,શ્રધ્ધાભક્તિથી પુંજન કરાવી જાય
મળેલદેહને નાકોઇ ધર્મકર્મની કેડી અડૅ,કે ના હિંદુમુસ્લીમથીય દુર રાખી જાય
જન્મમળે જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવનજાવનથી અનુભવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પવિત્રકૃપાળુ ભક્તોના લાડલાસંત જન્મ્યા,જે માનવદેહની સમજણ આપી જાય
અવનીપર ધર્મનેપારખી જીવતા અનેકદેહ,પરમાત્માની અનેકરાહે પુંજા કરીજાય
જીવને અવનીપર દેહ મળે જે અનેકકર્મનો સંબંધ,જીવને સમયસાથે લઈ જાય
જન્મમરણએ આગમનવિદાય કહેવાય,જ્યાં શ્રધ્ધાથી બાબાની કૃપાએજ બચાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
####################################################################
No comments yet.