January 6th 2009

બુધ્ધિ અટકી

                         બુધ્ધિ અટકી


તાઃ૬/૧/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ માયાની સાંકળ દીઠી લાગે મુજને વ્હાલી
જગતજીવની લીલા માંણી બુધ્ધિ મારી અટકી
                                   …..મોહ માયાની સાંકળ
હાયબાયનો પ્રેમ અહીં જોઇ લબડ્યુ મારુ મન
આજે ભુલથી મળ્યાદીલ ત્યાંકાલ ભુલ્યો અહીં
દેખાદેખમાં પડી ગયો  ત્યાં મુઝવણ ઉભી થઇ
સીગરેટ દારુ શોધી લીધાને બુધ્ધિ બગડી ગઇ
                                   …..મોહ માયાની સાંકળ
દીલનો આનંદ છોડી આવતા આવીગયો અહીં
મનગમતી માયાને યાદ કરી આજે રડતો ભઇ
ડૉલરદીઠો ત્યાં રુપીયા ભુલી માગતોમાન જઇ
કોઇના સામે જુએ તંઇ જ્યાં બુધ્ધિ લટકી અહીં
                                   …..મોહ માયાની સાંકળ
મનની મહેનત મુકીને મજુરીને વળગ્યો અહીં
વાતો મોટી ગામમાં કરતો જ્યારે હું જતો તહીં
ભણતર પકડી ભણીલીધુ પણકામ નાઆવ્યુંકંઇ
મુંડીનીચી રાખી લીધીત્યાં જ્યાં કોઇકીંમતનહીં
                                  …..મોહ માયાની સાંકળ

(((((((((((((((((((((((((((((((((((()))))))))))))))))))))))))))))))))))

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment