January 11th 2009

ગુનો અને પાપ

                          ગુનો અને પાપ

તાઃ૧૧/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજાણતાથી પણ જુઠ્ઠુ બોલાય તો તે ગુનો છે.
જાણી જોઇને જુઠ્ઠુ બોલવુ તે પાપ છે.

અજાણતાથી કોઇના દિલને ઠેસ લાગે તો તે ગુનો છે.
જાણીને કોઇના દીલને ઠેસ પહોંચાડવી તે પાપ છે.

અજાણતાથી કોઇને દગો થાય તો તે ગુનો છે.
જાણીને કોઇને દગો કરવો તે પાપ છે.

અજાણતાથી કોઇને ગેરમાર્ગે દોરાય તો તે ગુનો છે.
જાણી જોઇને કોઇને ગેરમાર્ગે દોરવો એ પાપ છે.

અજાણતાથી માબાપની સેવામાં ક્ષતી આવે તો તે ગુનો છે
જાણી જોઇને માબાપને તરછોડવા તે પાપ છે.

અજાણતાથી ભક્તિમાર્ગ ભુલી જવાય તો તે ગુનો છે.
જાણી જોઇને ભક્તિનો દેખાવ કરો તે મહાપાપ છે.
                         અને
               એટલુ યાદ રાખવું કે

અજાણતાથી થયેલા ગુનાને પરમાત્મા પણ માફ કરે છે
પણ જાણી જોઇને કરેલા પાપની સજા જીવને ભોગવવી જ પડે છે

(((((((((((((((((((((((((((++++++++++++))))))))))))))))))))))))))))

January 11th 2009

ડાકોરના ગોટા

                 

                            ડાકોરના ગોટા

તાઃ૧૦/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના પકડાવે કદીયે લોટા, એવા બનાવુ હું ગોટા
ખાવો મરચાંને ગોટા,દીલ થઇ જાય તમારા મોટા
                                      ……એવા બનાવુ ગોટા
ના આણંદ કે ના નડીયાદ,ના ખંભાત કે તારાપુર
ભઇ ડાકોર તો છે ભક્તિ ધામ, ના આણંદ છે દુર
આવો દર્શન કરવા,તો ખાજો મારા હાથના ગોટા
ચટકચટકે ને ચટણી સાથે,યાદ કરાવે વૃદાવનને
                                      ……એવા બનાવુ ગોટા
મેથી કચરી નાખીને ભઇ બનાવુ રોજ તાજુ ખીરુ
દરરોજ સવારેજાગી મનપ્રભુમાંરાખી કામકરુશરુ
મંદમંદ વાયરાની લહેરમાં તેલ તાજુ હું તપાવુ
માણજો સ્વાદ મારાગોટાનો,નહીંફરી મળે લ્હાવો
                                       ……એવા બનાવુ ગોટા

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&