January 24th 2009

અનુભવ,એક જ્ઞાન

                          અનુભવ, એક જ્ઞાન

તાઃ૨૪/૧/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જકડાઇ ગયેલ જાળામાં, શોધવો ક્યાં મારે આરો
        મુંઝવણ છોડવા મથતો તો,મળ્યો ના કોઇ કિનારો
                                       …….જકડાઇ ગયેલ જાળામાં.

સમજણ ને સમજી શક્યો, ત્યાં ચિંતાઓ ચોટી ગઇ
      મુક્તિ માર્ગની શોધતાંશોધતા,જીંદગી જકડાઇ ગઇ
આથમતા સુરજના સહવાસે,પ્રકાશ પામવા દોડ્યો
      અંધારાના એંધાણ મળ્યા,પણ ના કોઇ રહ્યો સહારો
                                      …….જકડાઇ ગયેલ જાળામાં.

પગદંડીને પારખી લેવા,જાગ્યો મનમાં ઉમંગ એક
      જકડી લઇને વળગી જ રહ્યો, ત્યાં સમજ થોડી થઇ
મક્કમ મનની ભાવના સાથે, અનુભવાઇ ગઇ અહીં
     મહેંક જીવનની પ્રસરીરહી,જ્યાં મુંઝવણ ભુલાઇ ગઇ
                                       …….જકડાઇ ગયેલ જાળામાં.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

January 24th 2009

ડીલીવરી બૉય

                                    

                           ડીલીવરી બૉય

 

તાઃ૨૩/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથમાં મળી જ્યાં ડીગ્રી ત્યાં જીભ મારી ગઇ વકરી
ત્યાં ગામ શહેરમાં ભટક્યો પણ નામળી મને નોકરી
                           ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

કાગળ બતાવી એમ્બેસીમાં આવી ગયો હું યુએસએ
ડીગ્રી એન્જીનીયરની પણ નાજોબ હું મેળવી શક્યો
ભમ્યો ચારેકોર ઓફીસોમાં હ્યુસ્ટનમાં જઇ ખુણે ખુણે
                            ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

ડીગ્રી સાચી ને ભણતર સારુ પણ ઉંમર જોતામારી
નોકરી દેતા પહેલા પેન્શન જોતાં નારહ્યો કોઇઆરો
હાય કહેતા શીખી ગયો પણ બાય કહેતા લાગીવાર
                             ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

કાર્ડકાર્ડ કરતા ને હાયહાય કરતાંમળી ગયુ ગ્રીનકાર્ડ
ડીગ્રી મારી મુકી દફ્તરમાં ને શોધવા નીકળ્યો કામ
પીઝાહટના આંગણમાં મળ્યુ ડીલીવરી બૉયનુ નામ
                             ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ