January 27th 2009

ના તોલે આવે

                      ના તોલે આવે

તાઃ૨૭/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ લીધુ જ્યાં દાનવનું, ત્યાં માનવ ક્યાંથી આવે
છો મોટુ દેખાતુ  અમેરીકા, ભારતની તોલે ના આવે
                                …….નામ લીધુ જ્યાં દાનવનું
ભક્તિ ભાવની સીડી દીઠી, સમજે ભક્તિ અમારી
દાનવ જેવા મન રાખી ફરે,માનવપ્રેમ ના આવે
                                …….નામ લીધુ જ્યાં દાનવનું
મળતી મમતા માબાપની, જ્યાં વંદન પ્રેમે કરતા
સંસ્કાર ભરેલા માનવમન, છે ભક્તિ સંગે બિરાજે
                                …….નામ લીધુ જ્યાં દાનવનું
આ મારું છે આ તારું છે, જ્યાં ત્યાં જણાતુ અહીં
માતૃભુમીની મહેંક માટીની, માનવતા ભરી આવે
                                …….નામ લીધુ જ્યાં દાનવનું
લઇ લીધા દેખાવ હાથમાં, તોય અહીં કોઇના જુએ
ના આરો કે ઓવારો અહીં,ત્યાં લુછે આંખના આંસુ
                               …….નામ લીધુ જ્યાં દાનવનું
પરદીપ કહેતા દેખાય દીવો,ના પ્રકાશ કોઇને આપે
સાર્થક જીવન કરવા મારે, શ્રી જલાસાંઇ સંગે આવે
                               …….નામ લીધુ જ્યાં દાનવનું

+++++++++++++++++++++++++++++++++++++++++

January 27th 2009

વ્યાધી લાવે આંધી

                     વ્યાધી લાવે આંધી

તાઃ૨૬/૧/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળી પણ મનની વ્યાધી
              આવી લઇ જીવનમાં આંધી
પ્રેમની આંખે ઉડતા પંખી
               વનમાં ના બનતાએ સંગી
                             ………નજર મળી પણ
હાથમાં લીધો હાથ જ્યાં પકડી
               જાણે હવે જીંદગી ગઇ જકડી
આંખોમાં દીઠી પ્રેમની હેલી
                આવી ગઇ જીવનમાં પહેલી
                             ………નજર મળી પણ
નરમગરમ સહવાસમાં જાગી
               અંતરમાં ભીની સુવાસ લાગી
મંદમંદ મહેંકતા મનને
               જીંદગીની ઝીણી સુવાસ આવી
                              ………નજર મળી પણ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%