January 9th 2009

વ્હાલુ તારુ નામ

                         વ્હાલુ તારુ નામ

તાઃ૯/૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબા તારું નામ મને છે જીવનમાં લાગે વ્હાલુ
નીત સવારે  જ્યાં સ્મરણ કરુ હૈયે આંનંદ હું માણુ
                                      ,,,,,,,,મા અંબા તારું નામ.
આંખ ખુલે ત્યાં દર્શન હુ તરસુ મહેંક પ્રેમની લાવે
અંતરમાં મા મા ના શબ્દ સરે ને હૈયામાં રહે હેત
જગતજીવની લાગણીમળતી જ્યાં મને ભક્તિ રહે
                                ,,,,,,,,મા તારા સ્મરણમાં શક્તિ.
ગરબાના તાલ સાંભળી મા તારા વ્હાલને હુ માણુ
સૃષ્ટિનોસહવાસ મળે જ્યાં જીવનનીલહેર હું જાણુ
કૃપાનો અહેસાસ કરુ મા તારા પ્રેમનીકદર કરુ મા
                           ,,,,,,,દ્રષ્ટિ રાખી હેત વરસાવતી મા.
ભક્તિ તારીમા ભાવથી કરતાઆરતી હુ કરી લેતો
ધુપ દીપથી હું સ્મરતો ને પ્રેમ તારો હૈયે મેળવતો
સદાસાથનો અહેસાસ કરી મા ભજનતારા હુ કરતો
                           ,,,,,,,,મા વ્હાલુ તારુ નામ જગતમાં.
 

####################################################

January 9th 2009

લઇ આવે.

                           લઇ આવે

તાઃ૮/૧/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ મોહક પ્રકાશ લઇ
ક્યારેક સુર્ય કિરણો આવે

મીઠી મધુર સુવાસ લઇ
ક્યારેક પવનની લહેર આવે

મીઠો મધુર અવાજ લઇ
ક્યારેક પંખીનો કલરવ આવે

મીઠી મધુર ભક્તિ જગે
ભક્તોની વાણી લઇ આવે

મીઠી મધુર પ્રેમની જ્યોતને
માબાપનો પ્રેમ લઇ આવે

મીઠો સહવાસ જગતમાં
સાચા સંસ્કાર લઇ આવે

મીઠી વાણી અને મીઠો પ્રેમ
ધરતીયે આવકાર લઇ આવે
                  અને
સાચો પ્રેમ,સાચી ભક્તિ અને સાચી શ્રધ્ધા
જીવનમાં આનંદ આનંદની લહેર લઇ આવે.

====================================