January 30th 2009

આવજો મારે દ્વાર

                આવજો મારે દ્વાર

તાઃ૨૯/૧/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તનમાં હુ રામ રટુ ને ભજનમાં જલારામ
    ભક્તિ સાથે પ્રેમ કરુ ને હૈયે હું રાખુ રામ
                                 ……..કીર્તનમાં હુ રામ રટુ
નીત સવારે નમન કરુ ને  હૈયામાં રાખુ હામ
    મુક્તિ માગી વિનંતી કરતો રહેજો મારી સાથ
અંતે આવી વ્હેલા હાથઝાલજો આવી મારેદ્વાર
    ભક્તિમાં સંધાયો છુ પ્રભુ મુક્તિમાં લેજો હાથ
                                 ……..કીર્તનમાં હુ રામ રટુ
રામનામનુ રટણ કરુ જ્યાં અંતરમાં ઉભરે હેત
   પરમકૃપાળુ હેત વરસાવે ના રહે જગમાં મોહ
આવજો મારે દ્વારે પ્રેમે જલાસાંઇનુ રટણકરુ હું
   રોજ સવારે સ્મરણકરી પરમાત્માને પગેપડુ છુ
                                  ……..કીર્તનમાં હુ રામ રટુ

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

January 30th 2009

બેગમ ચાલે ચાર

                 બેગમ ચાલે ચાર                  

તાઃ૨૯/૧/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું એક ડગલુ ચાલુ મારી બેગમ ચાલે ચાર
          હું બે શબ્દ બોલુ મારી બેગમ બોલે બાર
                                  ……….હું એક ડગલુ ચાલુ
કળિયુગની કતારમાં હું ચાલવા ડગલુ ભરુ એક
મહેનત કરીહું જાણતો અને જીવન રાખતો નેક
દુન્યવી જગતમાં નીતીઅનીતી પારખી અનેક
બેગમઆવી જ્યારથી વિચારુ પગલુ ભરતાએક
                                  ……….હું એક ડગલુ ચાલુ
મુઝવણ મળી ઘણી પણ બેગમ આવતા ટળી
પગલેપગલે વિચારતો ને ત્યારથી શાંતિમળી
ભણતર જીવનમાં મળ્યુંપણ ચણતર કાંઇ નહી
સાથમળ્યો ને સહવાસથયો ત્યાંકંઇ બગડેનહીં
                                 ……….હું એક ડગલુ ચાલુ.

+++++++++++++++++++++++++++++++++++++++++