January 10th 2009

માતાજીની પુંજા

    

                             માતાજીની પુંજા

તાઃ૯/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુક્રવારની પવિત્ર સંધ્યાએ પુંજા કરુ મા તારી
સુખશાંન્તિ ને ઉજ્વળ જીવન જગમાં તું દેનારી
                 ……..મા વૈભવ લક્ષ્મી પુંજા કરુ હું તારી
આવી બહેનો ભક્તિ લઇને માગે મનની શાંન્તિ
પ્રેમભાવને શ્રધ્ધા સાથે આરતી સૌ સંગે કરતી
માલક્ષ્મીની માયા જગમાં વૈભવ ભક્તિથીદેતી
આવીઆંગણે ઉભા ભક્તો સંગેભક્તિની મીઠીદોર
                  …….મા વૈભવ લક્ષ્મી પુંજા કરુ હું તારી
ભક્તિભાવને પ્રેમે વંદન મા તારા શરણે કરીએ
માનવમતીએ ભુલ થાય તો માફી માગી લઇએ
મા કરુણાકરજે પ્રેમે સંતાનતારા ભાવેપુંજે આજે
કરજે મા કલ્યાણ સૌનુ કરે પુજન ભક્તિ મનથી
…….મા વૈભવ લક્ષ્મી પુંજા કરુ હું તારી
માતા વૈભવલક્ષ્મી કરજે કૃપા સદા વરસાવજે હેત
પામરજીવની પ્રાર્થના સાંભળી ઉજ્વળ કરજે જન્મ
ના અભિલાષા અવનીએરહે જીવનેમુક્તિની છે ટેક
અંતે આવી ગતી દેજે સ્વીકારી અમારો ભક્તિ પ્રેમ
…….મા વૈભવ લક્ષ્મી પુંજા કરુ હું તારી

+++++++++++++++++++++++++++++++++++++