January 29th 2009

મીઠુ નામ સાંઇરામ

            મીઠુ નામ સાંઇરામ
તાઃ૨૯/૧/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ્
મુખથી બોલો મીઠુ મીઠુ નામ,જય જય જયસાંઇરામ
   પ્રેમે બોલો પાવન નામ, જય જય જય સાંઇ રામ
                   .........મુખથી બોલો મીઠુ મીઠુ
શેરડી એ નામ છે જે બાબાથી ધામ છે
      ભક્તિ અપાર છે જે મુક્તિ એ લઇ જાય છે
સ્મરણ કરો દીન અને રાત જીવન મહેંકાય છે
       થશે પાવન જન્મ આ સાર્થક અવતાર છે
                   .........મુખથી બોલો મીઠુ મીઠુ
જાગી પ્રભાતે સ્મરણ જ્યાં થાય છે
       મનથી માનવતા મહેંકી ત્યાં જાય છે
ઉજ્વળ થશે તનમનધન પાવન જે કામ છે
       મળશે મને સાંઇરામ કરુણા અવતાર છે
                   .........મુખથી બોલો મીઠુ મીઠુ
જ્યોત જીવનમાં જ્યાં પ્રેમની જાગશે
       વ્યાધી અવનીની દુર બધી ભાગશે
આવશે આ પાવન સંત મુક્તિને સંગ લઇ
       મળશે પ્રદીપને ઉમંગ,ઉજ્વળ પ્રભાતમાં
                   .........મુખથી બોલો મીઠુ મીઠુ

————————————————————————

January 29th 2009

ઓ બા,ઓ મા.

                        બા, મા.

તાઃ૨૮/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની માયા એવી,ના માનવી સમજે કોઇ
છે કુટુંબ કબીલે શાંન્તિ,જ્યાં બાની કૃપા રહેતી
                                 ……..સંસારની માયા એવી.
આશીશ મળે જ્યાં બાની,સંતાનો રહે સૌ રાજી
આનંદ ઉછળી રહેતો,ને હૈયે હામસદાયે રહેતી
નામાગણી કોઇ રહેતી,ને મોહમાયા વિખરાતી
સદા પ્રેમ રહે સાથે જ્યાં બાની આશિશ રહેતી
                                 ……..સંસારની માયા એવી.
માનો પ્રેમ મળીજશે જ્યાં જન્મમળે અવનીએ
માયા માની વસે હ્ર્દયે,જે સુખદુઃખ વેઠી જાણે
જન્મસાર્થક કરવાકાજે,માની માયાને નમીજજે
ઉપકારોની અંધશાળાથી,માને દુર તુ લઇ લેજે
                                 ……..સંસારની માયા એવી.
લેજે માની મમતા અવતારે, પિતાને દેજે પ્રેમ
અવનીપર આવી જતાં,પામજે માબાપના હેત
મળશે જ્યાં બાના આશીશ,જીવન મહેંકશે છેક
સેવા કરીશ જો બા ની, તો મહેંકશે મા ની કુખ
                                 ……..સંસારની માયા એવી.

========================================

January 29th 2009

કેવી રીતે કહુ ?

                         કેવી રીતે કહુ ?

તા:૨૮/૧/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
ક્લાસમાં હું સૌની પાછળ બેસી શિક્ષક સામે તાકી રહુ
              હુ કેવી રીતે કહુ કે મારી બુધ્ધી ચાલે નહીં
કાર ચલાવવાની હુ હંમેશા ના પાડુ
           હુ કેવી રીતે કહુ કે મને ડ્રાયવીંગ આવડૅ નહીં
હુ ઘેર હંમેશાં મોડો જ આવું
               હુ કેવી રીતે કહુ કે મને નોકરી મળી નહીં
હુ આખો દીવસ ઘરમાં બેસી ટીવી સામે તાકી રહુ
              હુ કેવી રીતે કહુ કે મને કંઇ સુઝ પડે નહીં
મારે હિસાબમાં હંમેશા બીજાને પુછવુ પડે
            હુ કેવી રીતે કહુ કે મને ગણીત આવડે નહીં
કોઇને ઘેર જવામાં મનમાં કોઇ ઉમંગ નહીં
    હુ કેવી રીતે કહુ કે મને માર્ગદર્શન લેતા આવડે નહીં
રવિવારે હું મંદીરમાં સૌથી પહેલો પહોંચી જઉ
           હુ કેવી રીતે કહુ કે ત્યાં મફતમાં ખાવાનું મળે
હું હંમેશાં ચંપલ પહેરી ચાલવા માડું
હુ કેવી રીતે કહુ કે મને બુટની દોરી બાંધતા આવડે નહીં
 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@