શ્રધ્ધાથી મા ભક્તિ
શ્રધ્ધાથી મા ભક્તિ
તાઃ૩/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું શ્રધ્ધા રાખી મા તારી ભક્તિ કરી લઉ
હૈયાથી રાખી હેત મા કાયમ હું રટી જઉ
…….હું શ્રધ્ધા રાખી મા તારી
લઇ ભક્તિ દોશક્તિ માઅંતરમાં શાંતિ લઉ
જગ જીવન ઉજળુ થાય મા તારી કૃપા લઇ
જીવનમાં જ્યોત જલે જે પ્રેમે મહેંકાવી દઉ
…….હું શ્રધ્ધા રાખી મા તારી
અનંતનાઓવારે હું તારો મા પ્રેમપામી જઉ
આ મનની માયાથી મા હુ અળગો થતોજઉ
ભક્તિનો પાવકપ્રેમ હું જીવનમાં પામી લઉ
…….હું શ્રધ્ધા રાખી મા તારી
મા સૃષ્ટિના સહવાસમાં ના તને હું ભુલી જઉ
મને દેજે શક્તિ મા જીવનને મહેકાવી હું દઉ
નાઆશા કોઇ રહે ના અરમાન જીવનમાં અહીં
તારીદ્રષ્ટિ મને મળે શ્રધ્ધાને જીવે લગાવી દઉ
…….હું શ્રધ્ધા રાખી મા તારી
###########################################