January 23rd 2009

આભાર,એક ઉદગાર

                                આભાર,એક ઉદગાર

તાઃ૨૨/૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નરમ ગરમ આભાસ વાદળની સમજીના સમજાય
સુખદુઃખની સાંકળ જીવનની ના પકડી નાપકડાય
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

જન્મજીવનો લાવે આગમનના એંધાણ પરિવારને દ્વાર
કર્મ તણા બંધંન ના તાંણે,લાવ્યા અવનીએ ભગવાન
મનુષ્ય દેહે ભક્તિ કરવા માબાપનો દીધો છે સથવાર
મળતા અવનીએ માબાપ,ઉદગાર આભારનીકળીજાય
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

જીવનપગથી પકડી જીવે મહેનત માગી લે પળવાર
ભણતરની કેડી પકડી ત્યાં મળ્યો ગુરુજીનો સહવાસ
લાગણી દ્વેશ ને માયા મોહનો, કર્યો મનથી મેં ત્યાગ
સિધ્ધીના સોપાન મળતા ત્યાં આભાર બોલાઇ જાય
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

સંસારની લીધી કેડી જગમાં જીવનસંગીની મળી મને
હૈયે રાખી હેત જીવનમાં સુખદુઃખમાં સંગીની બનીરહી
નિરખી હસતામુખડા સૌના પરમાત્માનીકૃપા મળીઅહીં
કરતાં દ્રષ્ટિ ઘરનાદ્વારે ત્યાં મનથી ઉદગાર નીકળીજતો
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@