January 1st 2009

પુણ્ય ભુમી ગુજરાત

                 પુણ્ય ભુમી ગુજરાત 

તાઃ૧/૧/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય ગરવી ગુજરાત,ભારતની પુણ્યભુમી ગુજરાત
જેની જગમાં છે જય જયકાર, ના જગમાં કોઇ મિશાલ
                                  …….એવી ગરવી જય ગુજરાત.

પ્રેમ ભાવથી ભરેલ જીવન ને ભાવના હૈયે છે લહેરાય
માનવતાની મહેક મહેંકે નેજીવન ઉજ્વળ પણ દેખાય
રામનામના રટણમાં રહેતા પ્રભાતે અનંતપ્રેમ લેવાય
આંગણે આવે કિરણ સુર્યના જ્યાં આવકાર મળી જાય
                                  …….એવી ગરવી જય ગુજરાત.

સુખદુઃખની સાંકળ છે નિરાળી મળતા હૈયે આવી જાય
ના માગણી જગમાં દીઠી લહેરમાં મહેંકે મારુ ગુજરાત
જોઇ લાગણી પ્રેમથી મળતી નાતેમાં કોઇ છે વિખવાદ
જ્યાં આવકારના શબ્દો સરે મહેંકે પ્રેમદ્વાર ખુલીજાય
                                   …….એવી ગરવી જય ગુજરાત.

===============================================

January 1st 2009

સાચો ભક્તિપ્રેમ

 

                           સાચો ભક્તિપ્રેમ

 

તાઃ૧/૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં આનંદ આનંદ થાય
મમતાની ના ખોટ રહે ને ભક્તિમાં મન મળી જાય
માનજો મારાસ્નેહીઓ ત્યાં સાચો પ્રેમ જ વસી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
સુખ દુઃખની સાંકળ તો ચાલે મનની મતી લઇ જાય
સાચી પ્રેમની જ્યોત જીવનમાં ના માગી મળી જાય
ભક્તિનો સથવાર મળે ને સાચાસંતનો આશરો થાય
મળશે માયા પ્રભુ થકીના સૃષ્ટિમાં કોઇખોટ રહી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
આશાના અપરાધમાં માનવમન જગમાં ઘુમી જાય
ના ઉમંગ કે કોઇ આનંદદીસે મનમાં માયા મળી જાય
દીલથી માનવતા જતી રહે ને ના ભક્તિએ મન જાય
જગજીવનથી મુક્તિ મળતા ના આશા કોઇ રહી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
આજકાલની આશા જુઠી માન અપમાનમાં રહી જાય
નાસાચો સહવાસ જીવનમાં ના કોઇ ઉમંગ મળી જાય
દેખાદેખની આ સૃષ્ટિમાં માનવી મનમુકી જડાઇ જાય
મળીરહે મનને શાંનિ ને ઉન્નત જીવનજગે આવી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.

—————————————————–