January 31st 2009

મળતો સાચો સ્નેહ

                    મળતો સાચો સ્નેહ                 

તા ૩૦/૧/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમતાની જ્યાં માયા મળી જાય
                  જીવનમાં આનંદ આનંદ થાય
મહેંકી જીવન પણ ઉજ્વળ થાય
                જ્યાં માની પ્રીત મને મળી જાય
                               ……….મમતાની જ્યાં માયા
હૈયે રાખી હેત કરે મા સંતાનને
               ત્યાં પાલવ સદા ભીનો થઇ જાય
હસતા મુખડા નીરખી બાળકના
                માને હૈયામાં આનંદ આવી જાય
                               ……….મમતાની જ્યાં માયા
કરુણા અવતારની મહેંક મળી જાય
                ઉજ્વળ માનવ જીવન થઇ જાય
આંખો ભીની રહેતી માબાપની
               જ્યાં સંતાનના જીવન મહેંકી જાય
                                ……….મમતાની જ્યાં માયા

______________________________________________________

January 31st 2009

सदा रहे मेरे पासा

             सदा रहे मेरे पासा
ताः३०/१/२००९               प्रदीप ब्रह्मभट्ट

तेरे द्वारपे आया हु मुझे करलो तुम स्वीकार
तनमन से समर्पण मै, जीवनमे दे दो प्यार
                              ………. तेरे द्वार पे आया हु
जगजीवनमे रहेता मोह, तुमकरदो मुझसे दुर
भक्तिमे लगादो मन, भर दो जीवनमें भरपुर
मनमे मोह रहे नाकुछ,पा जाउ मनमें उमंग
रहेना संगमेरे हरपल, पावन हो जाये जीवन
                              ………. तेरे द्वार पे आया हु
लगन लगीहै मनमे, पाउ तुमरी चरनकी धुल
रटणरहे सदा मनमे,जीससे पावनहो ये जन्म
जबजीव मीले मुक्तिसे,पाये चरणकमल प्रभुके
अंतरकी एकअभिलाषा,सांइ सदा रहेमेरे पासा
                              ………. तेरे द्वार पे आया हु

=========================================

January 31st 2009

રામ રામ શ્રીરામ

                     રામ રામ શ્રીરામ

તાઃ૩૦/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પરમ કૃપાળુ રામ, ઓ જીવન આધારી રામ
કરુણાના અવતારી રામ,છો ભક્તોના વ્હાલા શ્રીરામ
                                     ………પ્રભુ પરમ કૃપાળુ રામ
પ્રભાતે સ્મરણ કરુહું રામ,મનથી રટણ થાય શ્રીરામ
ધરતી પર અવતારી રામ, મા સીતાના ભરથારી રામ
                                     ………પ્રભુ પરમ કૃપાળુ રામ
શ્રી હનુમાનના વ્હાલારામ,છો રાવણના સંહારી રામ
મુક્તિદ્વાર ખોલે પ્રભુ રામ, અજરઅમર અવિનાશી રામ
                                     ………પ્રભુ પરમ કૃપાળુ રામ
લવકુશના પિતા છે રામ,નારાયણ અવતારી રામ
પ્રદીપને વ્હાલા જલારામ,જેની ભક્તિમાં રહેતા શ્રીરામ
                                     ………પ્રભુ પરમ કૃપાળુ રામ
કૃપા કરે ભક્તો પર રામ, પ્રેમ સદા વરસાવે રામ
સફળ જન્મ કરતા પ્રભુરામ,ભક્તીને સ્નેહે સ્વીકારેરામ
                                     ………પ્રભુ પરમ કૃપાળુ રામ

+++++++++++++++++++++++++++++++++++++++++