January 20th 2009

મળ્યો મેથીપાક

                       મળ્યો મેથીપાક     

તાઃ૨૦/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મળ્યા ત્યાં મોહિત હતો, ત્યાં પડ્યો મેથી પાક
ડગલુ ભરવું દોહલ્યુ લાગે જ્યાં,મળ્યો લાકડીનો માર
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

સામે જોતા જ્યાં શરમ આવે, ભઇ ત્યાંથી ભાગજો દુર
લાગીગયાકે લટકી ગયાતો,માનજો ડબ્બા તમારા ડુલ
નાઆરો કે દેખાશે ઓવારો,હાથમાં છોનેહોય તાજા ફુલ
માણકી ઘોડી બની જશે દીલ,નામળશે તમારુ કોઇ મુળ
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

આંબાડાળે લટકે કેરી મન લલચાતા તોડવા કુદકો માર્યો
જોયુ ઉપર ના જોયુ નીચે ત્યાં હુંપડ્યો કાદવ ભરેલા ખાડે
આજે હાલત આકરી થઇ ભઇ જ્યાં આંખે ના કર્યો વિચાર
આચારવિચારની મુઝવણમાં ભાગવાનોઆજે આવ્યોવારો
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

આંખમારતા અચકાશો તોમળશે ઉજ્વળ જીવનનો લ્હાવો
લટક્યા ત્યાં અટક્યા સમજ જો પછી નહીં રહે કોઇ આરો
હલકા બૈડે બેઠા હશો જ્યાં પડતા દંડો થઇ જશે ત્યાં ભારે
સુઝ નહીં પડે ક્યાં કેવીરીતે કોને ક્યાંક્યારે પ્રીત થઇજાશે
……….ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

==============================================

January 20th 2009

પ્યારા વતનની યાદ

                            પ્યારા વતનની યાદ                           

તાઃ૨૦/૧/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મંદ પવનની લહેર ને કિરણો સુરજના અનેરા
લહેર પ્રેમની લઇને આવે રોજ સવારે શીતળતાસાથે
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે

મળે મન ને મહેંકે જીવન જ્યાં અંતરને આનંદ મળે
હાથમાં હાથ મળે ત્યાં માનવ જીવનમાં ઉજાસ રહે
અળગી અજ્ઞાનતા દીસે ને આંખો આંસુથી છલકાય
જગતજીવના જુઠા સંબંધો અળગા જગથી થઇ જાય
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે

સુખદુઃખના સથવારમાં માનવ જીવન જગમાં જીવે
ના આરો કે ઓવારો જ્યાં મોહ માયા જગતની મળે
લાગણી સ્નેહનેપ્રેમ હંમેશા સાચા સહવાસે જ્યાંદીસે
મળતા મન ને મળતો પ્રેમ ના કદી દીસે કોઇ મેખ
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે

(((((((((((((((((((((((((((જય ગરવી ગુજરાત)))))))))))))))))))))))))))))))