વ્હાલુ તારુ નામ
વ્હાલુ તારુ નામ
તાઃ૯/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા અંબા તારું નામ મને છે જીવનમાં લાગે વ્હાલુ
નીત સવારે જ્યાં સ્મરણ કરુ હૈયે આંનંદ હું માણુ
,,,,,,,,મા અંબા તારું નામ.
આંખ ખુલે ત્યાં દર્શન હુ તરસુ મહેંક પ્રેમની લાવે
અંતરમાં મા મા ના શબ્દ સરે ને હૈયામાં રહે હેત
જગતજીવની લાગણીમળતી જ્યાં મને ભક્તિ રહે
,,,,,,,,મા તારા સ્મરણમાં શક્તિ.
ગરબાના તાલ સાંભળી મા તારા વ્હાલને હુ માણુ
સૃષ્ટિનોસહવાસ મળે જ્યાં જીવનનીલહેર હું જાણુ
કૃપાનો અહેસાસ કરુ મા તારા પ્રેમનીકદર કરુ મા
,,,,,,,દ્રષ્ટિ રાખી હેત વરસાવતી મા.
ભક્તિ તારીમા ભાવથી કરતાઆરતી હુ કરી લેતો
ધુપ દીપથી હું સ્મરતો ને પ્રેમ તારો હૈયે મેળવતો
સદાસાથનો અહેસાસ કરી મા ભજનતારા હુ કરતો
,,,,,,,,મા વ્હાલુ તારુ નામ જગતમાં.
####################################################