મળતો સાચો સ્નેહ
મળતો સાચો સ્નેહ
તા ૩૦/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મમતાની જ્યાં માયા મળી જાય
                  જીવનમાં આનંદ આનંદ થાય
મહેંકી જીવન પણ ઉજ્વળ થાય
                જ્યાં માની પ્રીત મને મળી જાય
                               ……….મમતાની જ્યાં માયા
હૈયે રાખી હેત કરે મા સંતાનને
               ત્યાં પાલવ સદા ભીનો થઇ જાય
હસતા મુખડા નીરખી બાળકના
                માને હૈયામાં આનંદ આવી જાય
                               ……….મમતાની જ્યાં માયા
કરુણા અવતારની મહેંક મળી જાય
                ઉજ્વળ માનવ જીવન થઇ જાય
આંખો ભીની રહેતી માબાપની
               જ્યાં સંતાનના જીવન મહેંકી જાય
                                ……….મમતાની જ્યાં માયા
______________________________________________________