August 2nd 2009

કોણ મારુ?

                     કોણ મારુ?

તાઃ૨૯/૭/૨૦૦૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના મારો આ દેહ છે અને ના જગમાં કોઇ મોહ 
અવનીપરના આગમથી ભઇ વળગે જે અનેક
                              ……..ના મારો આ દેહ છે.
મુક્તિ માગતા મળ્યો મોહ ને દેહ ભટક્યો જીવે
કરવા ગયો પ્રભુપ્રાર્થના,ત્યાં વળગી ગયો મોહ
દેખાવ માળાનો હાથમાં, ને પેટમાં રહેતા લ્હારા
નેવે ભક્તિ ચાલી જ્યાં,ત્યાં માયા તુરત પેઠીદેહે
                               ……..ના મારો આ દેહ છે.
શરીરના સંબંધના લીટા,જ્યાં ત્યાં ચોંટે મોં એ
ના અળગા એ રહેતાદેહે,સૂષ્ટિમાં ચાલે એ સ્નેહે
મતી ને માનવતા સંગાથે ઉજ્વળતા છે વહેતી
મમતા,માયા મારુંનેમોહ ના જગમાં કોઇને છોડે
                              ……..ના મારો આ દેહ છે.

============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment