ભક્તિ પ્રેમની
ભક્તિ પ્રેમની
તાઃ૨૩/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ કરવી પ્રેમ ભાવથી, ને માગણી રાખવી દુર
સકળ વિશ્વના કર્તા દયાળુ,કરેના જગમાં કોઇ ભુલ
……… ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
શ્રધ્ધા મનમાં રાખવી એક,જીવને મળે પ્રભુનો પ્રેમ
માળાનામણકા ના ગણવા,ભક્તિસાચી મનથીકરવા
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
આવશે દોડી ભક્તિ દ્વારે,પ્રભુ પ્રેમ પણ મળી જશે
રામનામમાં શ્રધ્ધા નિરાળી,મળીજશે જગતવિહારી
…….ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
લાવેલાગણી મોહનેમાયા,સંગેઆવે મળેજ્યાં કાયા
અટકીજાશે લોભજગતનો,મળશે પ્રેમજ્યાંકુદરતનો
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
કરુણાસાગર વિશ્વવ્યાપી,નાતરસે જગમાં છે આવી
મળીજશે જ્યાં જલાસાંઇ,મુંઝવણો છે તરી જવાની
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ