August 30th 2009

સહનશીલતા

                          સહનશીલતા

તાઃ૩૦/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સહન કરે એ મોટો, મારા ઘરમાં હું એ જોતો
ગામમાં હું જ્યાં ફરતો,ત્યાં પ્રેમ સૌનો મળતો
                                 ……. સહન કરે એ મોટો.
મળતી માયા ને પ્રેમ,ના તેમાં કોઇ વ્હેમ મને
સંસ્કારસીંચન મળીગયા,દુર ભાગીજગનીબલા
કુદરત કેરા ન્યાયમાં, સકળ વિશ્વનો સાથ રહે
મળશે મનથી સાથમને,કરીશ જ્યાં કામ મને
                                  …….સહન કરે એ મોટો.
એક ભાવના મનમાં રમે,પ્રેમ સૌનો મને મળે
નાલોભકે મોહમાયા દીસે,માનવમન જગેજીતે
માણસાઇમાં મનમળે,ને સંસ્કારસંગે જીવનરહે
સહનશીલતાને માનવતા,જગમાંતેને પ્રભુગણે
                                 ……..સહન કરે એ મોટો.
અપમાન અદેખાઇ પારખતા,દુર માણસાઇ રહે
ના સ્પંદન કે સહેવાસ મળે,ના સ્પર્શે અભિમાન
જલાસાંઇની પ્રેમજ્યોત,માનવજીવે મળે ઉજાસ
ના બંધન જીવને જગેમળે,ના દેહજગે ફરી મળે
                                  …….સહન કરે એ મોટો.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment