January 28th 2010

અપેક્ષાનો સંગ

                            અપેક્ષાનો સંગ

તાઃ૨૭/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં અવનીએ,જીવનેઅનંત આનંત થાય
માનવ દેહને પામતા જગમાં, ખુશી ખુશી થઇ જાય
                         ……..જન્મ મળતાં અવનીએ.
કર્મનાબંધન છે જીવને,જે અવનીએ જ લાવી જાય
દેહ સાર્થક કરવા જગમાં,અણસાર માનવીએ  થાય
પ્રભુ કૃપાને  પામવા કાજે, ભક્તિના લઇ લે છે દ્વાર
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરતાં,પાવનપ્રેમ મેળવાય
                        ………જન્મ મળતાં અવનીએ.
જીવનેમાયા વળગે જગતની,જન્મે જન્મે મળીજાય
વ્યાધી સાથે અડચણ આવે,જ્યાં મોહમાયા જોડાય
ભક્તિ મનની સાચા સંતની,ખોલે પ્રભુ કૃપાના દ્વાર
જન્મમરણને ત્યજવા,જીવની અપેક્ષા મુક્તિનીથાય
                         ………જન્મ મળતાં અવનીએ.
કરુણા સાગરની કરુણા ન્યારી,જે નિર્મળતાએ લેવાય
સ્વાર્થ મોહને દુર ફેંકતા,સાચા સંતનો સહવાસ થાય
મળીજાય જ્યાં પ્રભુ સ્મરણ,રામનામની પ્રેરણા થાય
ઉજ્વળ જન્મ થાય જીવનો,સ્વર્ગની ધરતીએ જવાય
                        ………..જન્મ મળતાં અવનીએ.

=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment