April 14th 2010

ભક્તિ મળી

                           ભક્તિ મળી

તાઃ૧૪/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનની સહજતા,એ પ્રભુ કૃપાએ થાય
તક મળે આદેહને,જે જીવને મુક્તિએ લઇજાય
                            ………..માનવ મનની સહજતા.
સવાર સાંજની સરગમ ન્યારી,ના ભેદભાવ દેખાય
સમયને પારખી જીવનજીવતાં,અર્થ બધા સમજાય
સુર્યદેવના પવિત્ર કિરણે,ઘરનુ આંગણું પવિત્ર થાય
સુર્યાસ્તના કોમળ પ્રકાશે,ઝગમગ રાત્રી આવી જાય
                              …………માનવ મનની સહજતા.
કામણગારી આ કુદરતમાં,મળે જીવને અનેક રસ્તા
ક્યારે ક્યાં લઇજાય કેવીરીતે,અનુભવથીએ મળતા
શાંન્તિ મનની મળે ન્યારી,જ્યાં સંસ્કારને સચવાય
પ્રેમપામી જગતમાં જીવોનો,ધન્ય જીવન થઇ જાય
                           ………….માનવ મનની સહજતા.
ડગલાંની જ્યાં પારખમળે,ત્યાં પળપળને સચવાય
જુવાની,બાળપણને વટાવતાં,મળે કર્મોનો સહવાસ
પરમાત્માની પામવા કૃપા,મનથી જ્યાં પુંજનથાય
ભક્તિ મળીજાય જીવને,જ્યાં સાચાસંતને સમજાય
                            …………માનવ મનની સહજતા.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment