October 11th 2010

મંગળ કિરણ

                          મંગળ કિરણ

તાઃ૧૧/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમતાની પકડી આંગળી,આ કાયા ચાલી જાય
મળે ભક્તિ જલાસાંઇની,તો દેહથી મુક્તિ મળી જાય.

શરણુ લીધુ સહવાસ કાજે,સંગ સંગ ચાલી જવાય
અટકી જાય આ વાસ સાથીનો,જ્યાં બુધ્ધિ બદલાઇ જાય.

મારું એ તો મેં કહ્યુ,તારું કહેતા જીભ અચકાય
આપણુ એ ભાસે છે દુર,જ્યાં સ્વાર્થને સચવાય.

ભેદની ચાદર જ્યાં ઓઢી દેહે,માનવતા ચાલી જાય
પડે સોટી ભગવાનની,ત્યાં સાચી સમજ આવી જાય.

મળે જ્યાં દેહને પ્રભાત જગે,ત્યાં સંધ્યાકાળ મળી જાય
ભક્તિ કેરા પ્રભાત મળતાં,ના કદી સંધ્યાકાળ દેખાય.

આજની આજ એ આજ છે,ગઇ કાલ એતો ભુતકાળ
સમય પકડી ચાલતા,થઇ જાય ઉજ્વળ આવતી કાલ.

મળે મમતા માની સંતાનને,તો જીભ સચવાઇ જાય
પિતાના આશિર્વાદ લેતાં,આ ભવસાગર તરી જવાય.

ઘરનુ એક જ હોય બારણુ,જ્યાંથી ગૃહમાં પ્રવેશ થાય
ભક્તિને ના બારણા કોઇ,ત્યાં પ્રભુ કૃપાએ જ પ્રવેશાય.

ભણતર છે જીવનનું ચણતર,જે બુધ્ધિથી મેળવાય
મહેનત સાચા માર્ગે કરતાં,મળેલ જન્મ સાર્થક થાય.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment