October 24th 2010

સમયને પગલે

                        સમયને પગલે

તાઃ૨૪/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના મારી લાયકાત કે ભઈ,હું બેપગલાંય પણ ચાલુ
ધોડીયામાં આરામ કરુ ત્યાં,ક્યાંથી કોઇનેય હું જાણું
                        ……….ના મારી લાયકાત કે ભઈ.
નાની આંગળી પકડે માડી,ત્યાં પડખાં ફેરવી જાણું
ઉંઆ ઉંઆ હું કરતો ત્યારેજ,મમ્મીથી દુધનેહું માણુ
ઝુલતા મારા ઘોડીયાને પણ,દોરીથી કોઇજ હલાવે
બહાર નીકળવા બે હાથ આવે,ત્યાં છુ તેમ હું જાણું
                        ………ના મારી લાયકાત કે ભઈ.
બારાખડીથી આગળ વધતાં,હું કલમ પેનને પકડુ
માનુ હવેકે લાયકાત મારી,ભણતરની કેડીને જાણુ
ચાલ્યો બે ડગલાંજ સાથે,ત્યાં મળ્યો મિત્રોનો પ્રેમ
આવી સમજણ મને ત્યારે,ભાગી ગયો મનનો વ્હેમ
                        ……….ના મારી લાયકાત કે ભઈ.
સમયે સંગીનીમળી મને,મળ્યો લાયકાતે સહવાસ
જીવન જીવવાની પગથી પકડતા,સાથીઓ હરખાય
મળતાંજ મનને ભક્તિ દોર,મળ્યો મને સાચો સંકેત
કરતાં સાચી પ્રીતે ભક્તિ,શાંન્તિ મળી મનને ભરપુર
                      ………..ના મારી લાયકાત કે ભઈ.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment