December 9th 2010

પ્રીત સાચી

                           પ્રીત સાચી

તાઃ૯/૧૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીત સાચી પરમાત્માથી,જ્યાં જીવને થઈ જાય
મળે જીવને કૃપાપ્રભુની,આજન્મ સફળ થઈજાય 
                   ……….. પ્રીત સાચી પરમાત્માથી.
જન્મ મળતાં જીવને,જગતમાં  ઝંઝટ મળી જાય
દેહના સંબંધ સાચવતાં,ના ભક્તિય સાચી થાય
શરણુ લેતાં જ જલાસાંઇનું,ભક્તિદ્વાર મળી જાય
મોહમાયા દુરજતાં જીવને,સાચી રાહપણ દેખાય
                   …………પ્રીત સાચી પરમાત્માથી.
પ્રીત સાચી સહવાસીથી,ત્યાં સંસારઉજ્વળ થાય
પ્રેમ મળે જ્યાં એક બીજાનો,ના કોઇ દુઃખ દેખાય
સંતાનનો સાચો પ્રેમ લેતાં,માબાપ પણ હરખાય
નિર્દોષ પ્રેમનીકેડી મળતાં,મોહમાયા ભાગી જાય
                   …………પ્રીત સાચી પરમાત્માથી.
સમજણ સાચી પ્રીતની,જે પ્રભુ કૃપાએ મેળવાય
માયાના બંધન છુટતાંજ દેહના,પ્રભુપ્રીત દેખાય
સંતોની સાચી ભક્તિરાહે,કર્મનાબંધન છુટી જાય
મળીજાય સેવા પ્રભુની,ત્યાં જન્મમરણ ટળીજાય
                     ……….પ્રીત સાચી પરમાત્માથી.
બાળકના બંધન છે વ્હાલા,જે પ્રીત સાચી કહેવાય
મળતાં સાચોપ્રેમ માબાપનો,ત્યાં રાહપવિત્ર થાય
જાગી જતાં આ દેહથી,સાચી જીંદગીંય મળી જાય
લાગે જ્યાં માયાપ્રભુની,પ્રીતનીવર્ષા વરસી જાય 
                    ………..પ્રીત સાચી પરમાત્માથી.

++++++++++++++++++++++++++++++

December 8th 2010

વીતેલો સમય

                        વીતેલો સમય

તાઃ૭/૧૨/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનના આ દરીયામાં,મળેલ દેહ એક વહાણ છે
સમય સાચવી હલેસુદેતા,જગે મળે સરળ સ્નેહ છે 
                              ………જીવનના આ દરીયામાં.
શીતળ લહેરે સરળતા મળે,ને વ્યાધીઓ રહેશે દુર
મનને શાંન્તી મળી જશે,અને ના રહેશે કોઇ ભુખ
પ્રેમની પાવક જ્વાળા મળતાં,મોહતો ભાગશે દુર
વીતેલ સમય બનશે યાદ,ત્યાં કૃપાય મળશે જરૂર
                              ………જીવનના આ દરીયામાં.
ઉગમણી ઉષાને પુંજતાજ,સંધ્યા સરળ થઈ જાય
પારખીલેતાંઆજને,આવતીકાલ ઉજ્વળ થઈજાય
પ્રભુભક્તિનો તાંતણોએવો,જે જન્મસફળ કરીજાય
દેહપડતાં જીવનોજગપર,પ્રભુથી સ્વર્ગે બોલાવાય
                              ……..જીવનના આ દરીયામાં.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

December 6th 2010

બાળકની દોડ

                     બાળકની દોડ

તાઃ૬/૧૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દડબડ દડબડ દોડતું બાળક,નિરખી પ્રેમ હરખાય
મળે ક્યાં પ્રેમ સાચો તેને,એ તેનાથી જ પરખાય
                   ………દડબડ દડબડ દોડતું બાળક.
માની મમતા લાગે ન્યારી,જ્યાં જન્મ મળી જાય
ભીનુ સુકુ સમજી લેતાં જ,માની આંગળી પકડાય
ખોળો નાછુટે બાળકથી,લાગણીમીઠી જ્યાં લેવાય
બંધ આંખે સ્વર્ગ સહે,એજ માની લાગણી કહેવાય
                ……….. દડબડ દડબડ દોડતું બાળક.
પરખ પ્રેમની ના દેહથી,એ તો જીવથી જ સમજાય
મળે જીવને પ્રેમ અંતરનો,ત્યાં એ તરત દોડી જાય
નિર્દોષ માયા મળે માતાથી,નાના બાળકને દેખાય
દોડે બાળક આંખખોલતાં,જ્યાં સાચો પ્રેમમળી જાય
                   ………..દડબડ દડબડ દોડતું બાળક.

===============================

December 3rd 2010

મિત્રની વિદાય

                          મિત્રની વિદાય

તાઃ૩/૧૨/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના પેન ચાલે કોઇ કાગળ પર,કે ના જીભ બોલે કંઇ         
           મિત્રતાની સાંકળ નિરાળી,વસમી લાગે આજે અહીં 
એવા મારા મિત્ર મહેન્દ્રને,વિદાય દેવા આવ્યો ભઈ

બાળપણની યાદ સતાવે,નડીયાદમાં જે અમને મળી
        રમતા અમોસાથે શેરીમાં,ના ભુલાયએ આવીને અહીં
ગોટી,લખોટી રમતા ત્યારે,આંગળી કદીક એપકડે ભઈ
       નાસે લખોટી અમારી લઈ,તેની યાદ તાજી આજે થઈ

સાચો પ્રેમ નિરાળો લાગ્યો,હ્યુસ્ટનમાં અમે મળ્યા ભઈ
       મળતાં હંમેશા પ્રેમથીઅમે,આવે યાદ જુની તાજી થઈ
મળ્યો પ્રેમ અમને એકબીજાનો,જે પ્રેમથી મેળવી લેતો
       પ્રાર્થના પરમાત્માને કરુ હું,આજીવને સુખ સ્વર્ગનું દેજો

હૈયે મારે હેત મિત્ર મહેન્દ્રથી,ના મને તેમાંછે કોઇ શંકા
        સદાય જ્યારે મળતા,ત્યારે યાદમાં આંખો ભીની કરતા
ના શબ્દ રહેતો કોઇ જીભે,જે સમાજમાં સાંભળી શકતા
         સ્વાર્થ,મોહ ના માયા જોતો,જે તેના પ્રેમમાં જોઇ લેતો

_______________________________________

           પરમમિત્ર મહેન્દ્રએ આજે અવની પરથી વિદાય લીધી.
તે આત્માને પરમાત્મા અનંત શાંન્તિ આપી સ્વર્ગીય સુખ આપે
તેવી આજના દિવસે અશ્રુ ભીની આંખે પ્રાર્થના

શ્રી પ્રકાશભાઇ દેસાઇ                               તાઃ૩/૧૨/૨૦૧૦.
પ્રમુખ,ગુજરાતી સમાજ,હ્યુસ્ટન

===================================

December 2nd 2010

ના ભઈ ના

                     ના ભઈ ના

તાઃ૨/૧૨/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમને ભુખ લાગી હોય તો ખાવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે બહાર ફરવા જવુ છે. 
                                  …….ના ભઈ ના.

તમારે કૉક પેપ્સી પીવી છે.
                                  …….ના ભઈ ના.

તમારે શૉપીંગ કરવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમને અહીંનુ ખાવાનું ભાવે છે
                                 ……..ના ભઈ ના.

તમારે ન્યુયોર્ક ફરવા જવું છે.
                                  …….ના ભઈ ના. 

તમારે બરગર ખાવા આવવું છે.
                                  …….ના ભઈ ના. 

તમારે વાળ કપાવવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે મંદીરે ફરવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે ગાડી શીખવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે ફીલમ જોવા આવવું છે.
                                  …….ના ભઈ ના.

તમારે વેજી પીઝા ખાવો છે.
                                  …….ના ભઈ ના.

તમારે દરીયો જોવા આવવું છે.
                                   …….ના ભઈ ના.
તમારે બહાર ખાવા આવવું છે.
                                  ……..ના ભઈ ના

*તમારે ભારત પાછા જવું છે.
                 ……..હા જલ્દી હા…….હા ભઈ હા.

==============================

December 1st 2010

ચપટી સિંદુર

                          ચપટી સિંદુર

તાઃ૧/૧૨/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચપટી સિંદુર મારા માથાનું,મારા જીવનનો પ્રકાશ
મારા રહેજો સદાય કપાળે,ને દુઃખડા ભાગે બધાય
                       ……….ચપટી સિંદુર મારા માથાનું.
બંધન દેહના મળેછે સૌને,જ્યાં જન્મ જગે મેળવાય
સાચી પ્રીત નિરાળી લાગે,જે સદાય દીલથી દેવાય
મળે નારીને ભરથાર જીવનમાં, ત્યાં કેડીને પકડાય
સિંદુરની કિંમત સાચવતાં,પ્રેમ સંસારના મળીજાય
                      ………..ચપટી સિંદુર મારા માથાનું.
મળેલપ્રેમ માબાપનો સંતાનને,સંસ્કાર સિંચી જાય
દીકરી બની સાર્થકજન્મે,પતિના પ્રેમની સંગીથાય
મળેલ દેહના બંધન જગતના,ના કોઇથીય છોડાય
પ્રેમ પતિનો મળી ગયો,જ્યાં ચપટી સિંદુર સેંથાય
                     …………ચપટી સિંદુર મારા માથાનું.

=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

« Previous Page