December 21st 2010

આંખની ભીનાશ

                      આંખની ભીનાશ

તાઃ૨૧/૧૨/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને મળેલ માનવતામાં,સમય સમય સચવાય
પ્રેમની પાવક જ્વાળા મળતાં,આંખો ભીની થાય
                     ………..દેહને મળેલ માનવતામાં.
કદીક મળે સહવાસ કોઇનો,ને કદીક મળે છે સાથ
માનવીની માનવતા દઈને,દેહને મળેછે એક દ્વાર
મળે અજાણતાની કેડી દેહે,જે ધીમે ધીમે સમજાય
પકડાયેલ આંગળીથીજ,મળીજાય આંખોને ભીનાશ
                        ……….દેહને મળેલ માનવતામાં.
સમજણની સીડી પકડાતા,મળે જીવનમાં અણસાર
શ્રધ્ધા રાખી મનથી વિચારી,કદક કદમને સચવાય
સાથ અને સહવાસની કેડીએ,પાવનરાહ મળી જાય
આનંદની મળતી રાહે દેહની,આંખો ભીની થઈ જાય
                       ………..દેહને મળેલ માનવતામાં.

===============================

December 19th 2010

પુણ્યનું પારણુ

                        પુણ્યનું પારણુ

તાઃ૧૯/૧૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની અજબલીલા,ના સમજાય આમ તેમ
મળે સાચી રાહ જીવનને,ત્યાં મળી જાય પ્રભુ પ્રેમ
                   ………… માનવદેહની અજબલીલા.
બાળક દેહની નિર્મળતાને,માની પ્રીતથી પરખાય
ધોડીયાના ગુણલા મેળવતા,દેહને ઉંઘ આવી જાય
ઉંમરની સીડી પકડતાં દેહથી,બાળપણ છટકી જાય 
જુવાનીનો શ્વાસ મળતાં,જીવને સમજણ મળી જાય
                     ………..માનવદેહની અજબલીલા.
આધી વ્યાધી ઉપાધી જગમાં,જ્યાં દેહથી ઓળખાય
સમજણ સાચી આવીજાય,ત્યાં પુણ્યની કેડી પકડાય
મોહમાયાથી છટકી લેવા,દેહે પુણ્યનુ બારણુ શોધાય
મળી જાય ભક્તિ સાચી,ત્યાં પુણ્યના પારણે ઝુલાય
                     ………..માનવદેહની અજબલીલા.

++++++++++++++++++++++++++++++

December 18th 2010

લંગડાની લાત

                        લંગડાની લાત

તાઃ૧૮/૧૨/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લંગડો મારે જ્યાં લાત તમને,ત્યાં યાદ આવે ભાત
એક પગની ઓછીપડે,પણ લંગડાની બેપગની એક
                 ……….. લંગડો મારે જ્યાં લાત તમને.
તારું મારું જ્યાં સમજીએ,ત્યાં ના ભાર પડે કંઇ બહુ
આપણુ કહેતા જગતમાં,હાથે હાથ મળી જાયછે સૌ
મનથી કરેલ કામમાં,સફળતાનો મળીજાય છે સાથ
સમય સાથે ચાલે ધીમો,નેમળે મનને શાંન્તિનાસુર
                  …………લંગડો મારે જ્યાં લાત તમને.
એક ભાવના એકશ્રધ્ધા,ને એક ભક્તિની લીધી દોર
મનનેમળે શાંન્તિમાગેલી,જ્યાં પરમાત્મા આવે રોજ
જન્મસફળ જીવનો થાય,ને મોહમાયા ના આવે દ્વાર
હાથજોડતા મનથીપ્રભુને,સાર્થકભક્તિ આ થઈ જાય
                    ………..લંગડો મારે જ્યાં લાત તમને.

+++++++++++++++++++++++++++++++++

December 17th 2010

મધુર મહેંક

                     મધુર મહેંક

તાઃ૧૭/૧૨/૨૦૧૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેંક મળે જીવનમાં,તો થઈ જાય ઉધ્ધાર
કઈ મહેંક ક્યારે મળે,જે દઈ જાય સહવાસ
                      ……….મહેંક મળે જીવનમાં.
માનવ જીવન જીવતાં,જો માનવતા મહેંકાય
મળે જ્યાં માનવ પ્રેમ,ત્યાં ઉજ્વળતા દેખાય
જીવનસંગીનો પ્રેમ મળતાં,હર્યુભર્યુ ઘર થાય
ઉજ્વળ જીવન જીવીજતાં,જીવન મહેંકી જાય
                        ………મહેંક મળે જીવનમાં.
મોહમાયાનો સંગ લેતાં,સધ્ધરતા ભાગી જાય
દેખાવની દુનીયા પકડાતાં,મનડુંય ડગી જાય
મહેંકનો અણસાર ના મળેતો,જીવન નર્ક થાય
અંતેતો મળે કુદરતનીસોટી,જે ઝીલીના શકાય
                          ………મહેંક મળે જીવનમાં.
મળે મહેંક મોગરાની,ત્યાં શ્રીજલારામ હરખાય
ભક્તિનો એદોર મળે,જેથી જીવન સાર્થક થાય
છુટેબંધન કળીયુગના,ને માનવતા મહેંકી જાય
મધુરમહેંક મળતાકળીયુગે,જન્મસફળ પણથાય
                            ………મહેંક મળે જીવનમાં.

=============================

December 16th 2010

સરગમની લીલા

                       સરગમની લીલા

તાઃ૧૬/૧૨/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મજ બધી છે સહુને,પણના એ વાપરે છે બહુ
મિથ્યા વાપરીને કરવી,એમ સમજે છે જગે સૌ
કામણ ગારી કાયાને રાખીને,વકરી ગયા છે સૌ
સમજણસાચી નાવાપરતાં,રખડી પડ્યા છે બહુ

મતગમતથી પ્રેમ રાખીને,લવડી રહ્યા છે બહુ
સમજણ નથી સમજણ નથી,તેમ બબડે છે સૌ
સાથ ના દેતા કોઇને એતો,જાણે મળી ગયુ બહુ
પડે ખાડામાં જ્યારે તે જોઇને,ખુશી થાય છે સૌ

બડી પડતાંજ  ખાડામાં,શોધતાંજગે સહારો સૌ
આંગળી પકડી કોઇબચાવે,તેવુ વિચારીલેતા બહુ
સહારો બનવું ના કળીયુગે,દુર ભાગે તેનાથી સૌ
ધરમ કરતાં ધાડ પડે,ત્યાંજ મુશીબતો આવે બહુ

નથી મહેનત  કરતાંજગે,આગળપાછળ દોડે સૌ
સફળતાના સોપાન જોતાં,લાભલેવા આવે છે બહુ
મારુમારુ કહેતાહતાં,તેહવે આપણુ કહેતા થયા સૌ
કેવી લીલા કુદરતની આ,હવે સમજતાં થયા બહુ

અને અંતે……

ણવા દોડે દમડીને દેહે,મજે છે જગમાં એ સૌ
ળી જાય જ્યાં માગેલી,ખડે ત્યાં માગનાર બહુ

+++++++++++++++++++++++++++++

December 15th 2010

પ્રેમની અસર

                       પ્રેમની અસર

તાઃ૧૫/૧૨/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતાં તારો પ્રેમ જીવનમાં,માયા ભાગી જ ગઈ
નિરાંતની એક સીડી મળતાં,જીંદગી નિર્મળ થઈ
                   ……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
સમજના જ્યાં દ્વાર ખુલ્યા,ત્યાં મતી સુધરી ગઈ
સહવાસની સાચીરાહ શોધતા,આંગળીઝલાઇગઈ
                   ……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
મનને તો મળેલી માયા,જે આતુટ આતુટ છે લાગે
શ્રધ્ધાશોધવા નીકળેલ મન,અહીંતહીં ભટકી ભાગે
                   ……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
લટક મટકતી આ દુનીયા,ઉંમરે તો દેખાઇ જ ગઈ
મર્કટ મનને રોકે ના કોઇ,તારા સાથથી બચી ગઈ
                    ………મળતાં તારો પ્રેમ જીવનમાં.
એકનજર પડી મારાપર,મને શીતળતા લાગીગઈ
આવીઆંગણે દ્વારખોલતાં,મારીજીંદગી સુધરી ગઈ
                    ………મળતાં તારો પ્રેમ જીવનમાં.

==============================

December 14th 2010

જીવનદોર

                            જીવનદોર

તાઃ૧૪/૧૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેળવી લેજે ભક્તિસાચી,માબાપના આશીર્વાદથી  
કરી લેજે ઉજ્વળ કામ તનથી,મળેલા સહવાસથી
                      ………..મેળવી લેજે ભક્તિ સાચી.
જ્યોત જીવનની પ્રકટે છે જ્યારે,વર્ષે પ્રેમની વર્ષા
આદર્શ ને અવિનાશીજીવન,જે માબાપ જોવાતરસે
મળે માનસન્માન એવા,જેઆંખો ભીની કરવા લાગે
જીવને મળે દોરનિરાળો,જે દેહનેઉજ્વળ જીવનઆપે
                            ………મેળવી લેજે ભક્તિ સાચી.
માટીનીકાયા મળી માયાથી,જીવને મુક્તિ દઈ જાય
ભક્તિની શક્તિ સાચીછે,જ્યાં પ્રીત માબાપથી થાય
ના માગણી કે અપેક્ષાજીવની,ને સરળ જીવન લાગે
અંત દેહનો ઉજ્વળ થાય,ને મુક્તિ પ્રભુકૃપાએ પામે
                           ………મેળવી લેજે ભક્તિ સાચી.

=============================

December 12th 2010

સાચી દવા

                          સાચી  દવા

તાઃ૧૨/૧૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહના દુઃખની દવા જગતપર,નાણાં ખર્ચતા મળી જાય
અંતરના દુઃખનીદવા અવનીએ,સાચા પ્રેમથી મેળવાય
                    ………..દેહના દુઃખની દવા જગત પર.
સાદી સીધી વ્યાધી દેહનેમળે,જે સાચાવૈદ થકીપકડાય
મળી જાય એકાદ ચુર્ણ પડીકે,જે દેહના દર્દને ગળીજાય
અસર આડી કદીક થાય તો,બીજી તકલીફોમાં ફસવાય
એકથી બચવા જતાં દેહને,બે વણમાગી વધુ મળીજાય
                    ………..દેહના દુઃખની દવા જગત પર.
અંતરના દુઃખની દવા જગતમાં,ના પૈસાથી ભગાડાય
સાચી શ્રધ્ધાનો સથવાર મળતાં,એ પ્રેમથી ચાલીજાય
સ્નેહની વર્ષા જો વરસે દેહ પર,તો અંતર મલકી જાય
આશીર્વાદની એક ટપલીએ,અંતરના દુઃખ ભાગી જાય
                    ………. દેહના દુઃખની દવા જગત પર.

====++++=====+++++=====+++++====++++==

December 11th 2010

સ્વરની ઓળખ

                          સ્વરની ઓળખ

તાઃ૧૧/૧૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજુ વાગે બાજુ વાગે,ફુક મારો ત્યારે જોરથી વાગે
કર્ણ પકડે છે જ્યારે તેને,એતો મધુરસંગીત છે લાગે
                            …………આજુ વાગે બાજુ વાગે.
શરણાઇનાએ સુર બને,લગ્નમંડપમાં એ જ્યારે વાગે
પ્રીતમ મળે જ્યાં ફેરાસાથે,જીવન ઉજ્વળ થતું લાગે
કુદરત કેરી મળતી માયા,મંગળફેરા એ ફરતી જ્યારે
સંભળાય સુર બંધનના,જે શરણાઇ સાંભળતા નચાવે
                                ………આજુ વાગે બાજુ વાગે.
વાંસળી વાલમ વગાડે,ત્યારે પ્રીતડી પ્રેમની ઉભરાય
નિર્મળ પ્રેમ મળતો દેખાય,જ્યાં મનડાને મુકી દેવાય
ઉજ્વળ સ્નેહનીસાંકળ પકડતાં,અંતર પ્રેમને મેળવાય
સુરને સરગમના બંધન એવા,જે અંતરમાં ઉતરી જાય
                                ……….આજુ વાગે બાજુ વાગે.

++++++++++++++++++++++++++++++++++++

December 10th 2010

શેરડીના બાબા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                          શેરડીના બાબા

તાઃ૧૦/૧૨/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવથી આંગળી ચીંધી,કરવા જીવોનું કલ્યાણ
સંસારી બંધન સાચવી જીવને,મળે મુક્તિએ સંગાથ
                       ………ભક્તિભાવથી આંગળી ચીંધી.
પકડી આંગળી જ્યાં બાબાની,ના કોઇ ભેદભાવે સંતાય
ના હિન્દુ ના મુસ્લીમ અહીંકોઇ,સૌ છે કુદરતના સંતાન
જીવન ઉજ્વળ બનવા જ લાગે,જ્યાં મારું તારું છોડાય
આંગળી ચીંધી શેરડીના બાબાએ,છે અલ્લાહ ઇશ્વર એક
                     ………..ભક્તિભાવથી આંગળી ચીંધી.
ભક્તિમાં એવી શક્તિ છે,જે સાચી માનવતા દઇ જાય
લોભ,મોહ નેમાયા ના મળે,જ્યાં શરણે બાબાને જવાય
જન્મ સફળ ને ઉજ્વળ જીવન,જે સંસારમાં મહેંકી જાય
પાવન કર્મ થઈજતાં દેહે,અંતે જીવ સ્વર્ગે પહોંચી જાય
                       ……….ભક્તિભાવથી આંગળી ચીંધી.

===============================

« Previous PageNext Page »