July 1st 2011

મોટી કાયા

                         મોટી કાયા

તાઃ૧/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી મને ખાવાની,ત્યાં આ કાયા વકરી ગઈ
આચર કુચર,સમય કસમયથી,મોટીકાયા મારી થઈ
                         ………..માયા લાગી મને ખાવાની.
ચા નાસ્તો હું સવારમાં કરતો,ને પછી થોડુ ખઈ લેતો
બપોરે પેટભરીને જમતો,નેપછી પથારીમાંપડી રહેતો
આળસ તો મને વળગી ચાલે,ના કામબામ કંઈ કરતો
સાંજ પડે ને ભુખ્યો થતો,ત્યારે આચર કુચર ખઇ લેતો
                          ………..માયા લાગી મને ખાવાની.
પેટ પારકુ લાગતા મને,ના સાંભળતો હું ખાવાની ટોક
પહેરણના બટન લાગ્યાતુટવા,નાપેન્ટ કમર સુધી આવે
વજન તો વહાણ બન્યુ છે દેહે,હલેસે એ હાલતુ જ ચાલે
કાયા રહીના કામણગારી,અંતે હવે શરમ મને છે આવે
                        ………….માયા લાગી મને ખાવાની.

****************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment