સંકટ મોચન
. સંકટ મોચન
તાઃ૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સિધ્ધીના સોપાન મળે,જ્યાં રામ ભક્ત પુંજાય
સિંદુરતેલથી પુંજન કરતાં,જગે સંકટ સૌ હણાય
                        ………..સિધ્ધીના સોપાન મળે.
રામનામની માળા કરતાં,ને ભક્તિ પ્રેમથી કરતા
પ્રભુ કૃપા ને પ્રેમ માતાનો,નિર્મળ સ્નેહથી મળતા
ચપટી સિંદુર ચરણોમાં ધરીને,તેલનો દીવો કરતા
શનીવારની શીતળ સવારે,સૌ રામભક્તને ભજતા
                         ………..સિધ્ધીના સોપાન મળે.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં ભક્તિદોર છે મળતા
સંકંટને દુર ભગાવી,શ્રધ્ધાએ નિર્મળ જીવન કરતા
સીતામાતાની શોધ કરીને,શ્રી રામને જીતી લીધા
અધોગતીમાં ગદા ઘુમાવી,દુષ્ટોથીએ રક્ષણ કરતા
                         ……….સિધ્ધીના સોપાન મળે.
===============================
