સાચો વિશ્વાસ
સાચો વિશ્વાસ
તાઃ૬/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક મને હતો વિશ્વાસ,કે મારી શ્રધ્ધા સાચી છે
મને મળી ગયો છે સાથ,પ્રભુ એકૃપા તમારી છે
                           …………એક મને હતો વિશ્વાસ.
બાળપણની ડગલીમાં,મને મા એ દીધા સંસ્કાર
આંગળીપકડી પિતાએ,ખોલ્યા મેં મહેનતના દ્વાર
સફળતાનીકેડી મળીમને,જે આશીર્વાદે મેળવાય
નિર્મળતાદીઠીજીવનમાં,જે વિશ્વાસ સાચોકહેવાય
                               ……….એક મને હતો વિશ્વાસ.
ભક્તિ દ્વાર ખુલ્યા કૃપાએ,જ્યાં પુ.મોટાને મળાય
આંગળી પકડી રાહ બતાવી,જીભે હરિઃૐ બોલાય
કલમપકડતાં કૃપામળી,જે વિદ્યાદેવીથી મેળવાય
વાંચકો નો પ્રેમ મેળવતાં,મારા હૈયે આનંદ થાય
                            ………….એક મને હતો વિશ્વાસ.
જલારામ ને વિરબાઇ માતાએ,ભક્તિ રાહ દીધી
સંસારમાંરહીને પ્રભુમેળવવા,પ્રેમે આંગળી ચીંધી
સાંઇબાબાએશ્રધ્ધાથી,ભક્તિ અલ્લાઇશ્વરની દીધી
વિશ્વાસે સાચીરાહ મેળવતાં,ઉજ્વળ જીંદગીલીધી
                              ………..એક મને હતો વિશ્વાસ.
++++++++++++++++++++++++++++++++