મુ.વલીભાઇને સપ્રેમ
મુ.વલીભાઇને સપ્રેમ
(પ્રદીપ બ્રહ્મભટ્ટ,વિજયભાઇ શાહ)
તાઃ૨૩/૭/૨૦૧૧ હ્યુસ્ટન.
પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા,મળતાં આનંદ થાય
મા સરસ્વતી સંતાનને જોતાં,હૈયુ અમારુ હરખાય
……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
કલમનીકેડી સરળતમારી,વાંચી વાંચકો ખુશ થાય
નિર્મળભાવનો પ્રેમમળતાં,ગુજરાતીઓ રાજી થાય
જ્યોત પ્રેમની પ્રગટાવી તમે,જે અમને દોરી જાય
ભાષા ચાહકને આંગળી ચીંધી,જે હ્યુસ્ટનમા દેખાય
……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
મળ્યા મુ.વલીભાઇ અમને,અંતરમાં આનંદ થાય
આશીર્વાદની એકજ દોરે,અમારાહૈયા ખુબ હરખાય
મળશે પ્રેમ હ્રદયનો અમને,કલમથી કાગળો ભરાય
ગુજરાતીની ચાહત વધશે,ને ગ્રંથો બનશેય અપાર
………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
પ્રદીપના વંદન શ્રી વલીભાઇને,જે વડીલ જ કહેવાય
કલમનીકેડી સૌથી નીરાળી,વાંચી વિજયભાઇ હરખાય
આવ્યા આજે હ્યુસ્ટન ગામે,તક અમને ત્યાં મળી જાય
રાખજો કૃપાપ્રેમ અમોપર,જે કલમની કેડીએ લઈજાય
………..પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
+++++++++++++++++++++++++++++++=
પાલનપુરથી મુ.શ્રી વલીભાઇ મુસા અત્રે હ્યુસ્ટન પધાર્યા છે
તેમને અહીંના સાહિત્ય પ્રેમી અને લેખકોની યાદ રૂપે આ લખાણ
સપ્રેમ હું અર્પણ કરુ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તાઃ૨૩/૭/૨૦૧૧