ભેદભાવનો ભ્રમ
ભેદભાવનો ભ્રમ
તાઃ૨૫/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી ભાવના જીવને,ને ક્યાંથી મળી જાય ભેદ
અવની પરની આચાદરે,જીવ ભટકે અવનીએ આમતેમ
                    ………..ક્યાંથી આવી ભાવના જીવને.
લીધી લાકડી જ્યાં સલાહની,ત્યાં પડી જાય લાઠી એક
કળીયુગ એતો કાતર જેવી,દેહને ભટકાવે એ આમતેમ
મૃત્યુ એ છે અંત દેહનો,ના જગતમાં કોઇથીય છટકાય
માનવતાની મહેંક રહેસંગે,ઉજ્વળ જીવન જીવીજવાય
                    …………ક્યાંથી આવી ભાવના જીવને.
નાતજાતના ભેદ ભ્રમમાં,જીવ અવનીએ આવીઅટવાય
સાચી  રાહ મળે ભક્તિએ,જ્યાં પ્રેમાળ ભક્તિ થઈ જાય
સંતોનો સહવાસ મળે સાચો,પાવન દોર જીવે મેળવાય
ભેદભાવનો ભ્રમ ભાગતાં,જીવને મુક્તિમાર્ગ મળી જાય
                    …………ક્યાંથી આવી ભાવના જીવને.
+++++++++++++++++++++++++++++++++++