July 30th 2011

ચાલતી ગાડી

.                     ચાલતી ગાડી

તાઃ૩૦/૭/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલતી ગાડીએ ચઢી જાવ તો,સૌનો સાથ મળી જાય
આવતી ગાડીની રાહ ના જોતાં,નિર્મળ સૌ બની જાય
.                  ………..ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
સમયને કોઇ ના રોકે,કે ના સમયને કોઇથીય પકડાય
નાતાકાત અવનીપર કોઇની,છોને રૂપ હોય ભગવાન
દેહના બંધન અતુટ જગતમાં,કર્મથી જ એ ઓળખાય
મળે માનવ દેહ અવનીપર,એજ સાચી સફર કહેવાય
.                   …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
નિંદરને નોખી રાખવીદેહથી,તો નાકોઇ જગે ભટકાય
શિતળ હોય જ્યાં સવારી,ત્યાં મધુર પવન મેળવાય
જગતની ગાડી જીવને બાંધે,ત્યાં જન્મે જીવ બંધાય
મુક્તિ એ છેલ્લુ સ્ટેશન મળે,જ્યાં ભક્તિ સાચી થાય
.                    …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.

____________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment