July 31st 2011

જીંદગી કેટલી

.                  જીંદગી કેટલી

તાઃ૩૧/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાણતું નથી કોઇ આ જગતમાં,કે જીંદગી ક્યારે પુરી થાય
નિર્ધન કે ધનવાનની ના કિંમત,જીવ જ્યાં દેહ છોડી જાય
.                       …………જાણતું નથી કોઇ આ જગતમાં.
આજકાલને પરખાય નાકોઇથી,ના પરમદીવસનો ખ્યાલ
સમજે સાચીરાહ મળીછે,જેનાથી જગમાં થઇ જશે ન્યાલ
મળેલ જીંદગી માનવીની જીવને,જગે  આફતોથી ધેરાય
સાચવી સમજી ચાલતી જીંદગી,આફતે નર્ક એ થઈ જાય
.                      ………….જાણતું નથી કોઇ આ જગતમાં.
આંગળી પકડી ચાલતું બાળક,માબાપે સંસ્કારથી બંધાય
સરળ ચાલતી જીવની કેડી,ભાવનાએ નિર્મળ બની જાય
સકળજગતમાં સૃષ્ટિનીમાયા,જીવને કાયાએ જકડી જાય
ભક્તિનીનિરળી રાહમળે,ત્યાં જીવની જીંદગી સુધરીજાય
.                       …………..જાણતું નથી કોઇ આ જગતમાં.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment