July 31st 2011

લફરુ

.                   લફરુ

તાઃ૩૧/૭/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

લટક મટકતી ચાલ જોતાં,કળીયુગે દેહ લબડી જ જાય
બે ત્રણ ડગલાં ચાલતાં પાછળ,બરડે લાકડી પડી જાય
.                            ………….લટક મટકતી ચાલ જોતાં.
હાય બોલતા હૈયુ થથરે,ને ના પાછળ વળીને જોવાય
અટકી જાય એક ડગલું જગે,તો મોહ માયાએ ભટકાય
ચાર દીવસની ચાંદની ચમકે,ને અંધારૂ ઘોર થઈજાય
ના દેખાય દીવાલ કે દરવાજો,ત્યાં લફરું વળગી જાય
.                          …………..લટક મટકતી ચાલ જોતાં.
બંધ થાય એકઆંખ મટકી,ત્યાં સામેબીજી મટકી જાય
અણસાર દે એ તકલીફનો,જે ના માનવ દેહે સમજાય
તકલીફોના વાદળઘેરાતાં,જીવનમાંઅંધકાર શરૂથાય
આગળપાછળ ના કોઇ સહારો,આ જીદગી ત્યાંવેડફાય
.                          …………..લટક મટકતી ચાલ જોતાં.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment