November 22nd 2012

લથડતી કાયા

.                   લથડતી કાયા

તાઃ૨૨/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા ને ઢળતી કાયાએ,આ દેહ લથડી જાય
સમજી વિચારી કેડી પકડતાં,માનવદેહ ઉજ્વળથાય
.         ………………..મળતી માયા ને ઢળતી કાયાએ.
કુદરતની કૃપાએજ જગતમાં, સુંદરતા પ્રસરતી જાય
મહેંક મેળવવા જીવનમાં,નિર્મળ માનવતા સચવાય
માયાને જ્યાં મોતદીધુ,ત્યાં જીવનમાં સરળતાદેખાય
જલાસાંઇની ભક્તિ સંગે,મળેલ જન્મ સફળ થઈ જાય
.         …………………મળતી માયા ને ઢળતી કાયાએ.
દેહ મળતા અવનીએ જીવને,ઉંમરને સાથે છે ગણાય
ના કદી એ અટકે જીવનમાં,એતો સમયની સાથે જાય
વધતીઉંમરે લથડેકાયા,ના જગતમાં કોઇથી છટકાય
મળેદેહથી મુક્તિજીવને,જ્યાં ભક્તિએ જીવનમહેંકાય
.       …………………..મળતી માયા ને ઢળતી કાયાએ.

++++++++++++++++++++++++++++++++++++

November 22nd 2012

બારણે ટકોર

.                       .બારણે ટકોર

તાઃ૨૨/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘરના બારણે ટકોરા પડતા,વ્યક્તિ બારણુ ખોલવા જાય
મળેલટકોર વડીલનીએક,સમજતાં જીવન ઉજ્વળ થાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.
આવેલ આંગણે અતિથીને,મનથી આવકાર પણ અપાય
સ્નેહનીસાંકળ પકડીરાખતાં,પ્રેમથી બાથમાં લેવાઇ જાય
મળેલ આવકાર માણતાં,વ્યક્તિનીઆંખમાં આંસુ દેખાય
સ્નેહનીસાચી આજ ટકોરછે,જે પ્રેમના બારણાખોલી જાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.
માનવજીવનમાં મહેંહ પ્રસરે,જ્યાં સ્નેહ ભાવને સમજાય
ટકોરમળે છે જ્યાં વડીલની,ત્યાં કદમને સમજીને ભરાય
આવતી વ્યાધી દુર રહે,જ્યાં જલાસાઇની કૃપા મેળવાય
ભક્તિ આવી બારણે ટકોર દે,ત્યાં આજન્મસફળ થઇજાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.

===================================

November 21st 2012

લગ્નદીનની ઉજવણી

 

 

 

 

.

 

.

.

.                       લગ્નદીનની ઉજવણી

તાઃ૨૧/૧૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની સાંકળ અતિ નિરાળી,સમજી ચાલતા સમજાય
આજકાલની અનંતલીલા,ના કોઇથીય એનાથી છટકાય
.                     …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
જન્મ મળે ત્યારે જન્મદીન,અને લગ્ન કરે તેછે લગ્નદીન
ઉજવણી આ બે દીવસની,જેમાં સ્નેહીઓના હરખાય દીલ
વ્હાલાદીકરા રવિના લગ્નને,આજે એકવર્ષ પુર્ણ થઈ જાય
આવી હિમા વહુ બનીઘરમાં,જલાસાંઇની કૃપા વરસી જાય
.                     …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
ઉજ્વળ ભાવિ પ્રભુકૃપાએ,જે સંસ્કારને સાચવી સુખી થાય
મળે પ્રેમ વડીલોનો જીવનમાં,ત્યાં સાચી નિર્મળતાદેખાય
પ્રદીપ રમાના આશિર્વાદસદા,રવિ હિમાને પ્રેમે મળી જાય
સુખનીવર્ષા સંતજલાસાંઇ કરે,જે જીવને મુક્તિઆપી જાય
.                     …………………. સમયની સાંકળ અતિ નિરાળી.

*****************************************************************
.           .અમારા વ્હાલા સંતાન રવિના લગ્નજીવનને એક વર્ષ થયુ.અ.સૌ.હિમાના
પત્ની તરીકેના સંબંધને એક વર્ષ થયું.અમારા કુળમાં સંસ્કાર ભક્તિ અને પ્રેમ સાચવી
સુખ સમૃધ્ધિ અને શાંન્તિ મેળવી જીવનમાં આનંદ મેળવે તે સંત જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના.           (તાઃ૨૧/૧૧/૨૦૧૧)     તાઃ૨૧/૧૧/૨૦૧૨.
લી. પ્રદીપ,રમાના અંતરથી આશિર્વાદ સહિત જય જલાસાંઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

November 20th 2012

પ્રેમી જ્યોત

.                        પ્રેમી જ્યોત

તાઃ૨૦/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જલીયાણની જીવને અડકે,ના અવનીએ એ જીવ ભટકે
જલાસાંઇની કેડી છે ન્યારી,સૌ જીવોને એલાગે છે અતિ પ્યારી
.                   ………………..જ્યોત જલીયાણની જીવને અડકે.
જન્મ જીવના બંધન તો કર્મથી,ના જીવ કોઇ છટકે અવનીથી
આવી લીધો જન્મ ધરતીએ,માનવીએ સંગ રાખવો ભક્તિથી
મળી જાય જો મોહનેમાયા,તો પ્રેમી જ્યોત લેજો જલાસાંઇથી
ઉજ્વળ જીવનની રાહ મળતાં,જીવને મળશે જયોત મુક્તિની
.                 ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.
કળીયુગના અંધકારમાં આજે,માનવ મન દેખાવમાં ભટકાય
અંતરની ઉર્મીને રોકતા જીવે,પ્રભુકૃપાએ ઉજ્વળતા છલકાય
મળે પ્રેમ સગા સંબંધીઓનો,જીવનમાં સુખ શાંન્તિ મેળવાય
પ્રેમી જ્યોત મળતા જીવનમાં,અંધકારની વિદાય થઈ જાય
.                ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.

========================================

November 20th 2012

જલારામનો જન્મદીન

.

 

 

 

 

 

.

 

 

 

.

 

                     જલારામનો જન્મદીન

તાઃ૨૦/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
.                        (કારતક સુદ સાતમ )

વિરપુરના તો એ વૈરાગી, છે ભક્તિના અધિકારી
સંસારની કેડી સંગે રહી, બની ગયા એ વ્રજવાસી
એવા વિરપુરના એસંત,જેને વિરબાઇમાનો સંગ
.                     ………………..વિરપુરના તો એ વૈરાગી.
અન્નદાનની કેડી પકડી,નાગયો એને કળીયુગ જકડી
ભક્તિભાવથી પ્રીતકરીને,ઉજ્વળ જીંદગી કરી લીધી
અવનીપરના આગમનને,પ્રભુકૃપાથીએ સાંધી દીધી
મોહમાયા ત્યજી દઇને,ઠક્કર કુળને પાવનકરી લીધુ
.                   …………………..વિરપુરના તો એ વૈરાગી.
સાચી ભક્તિરાહ બતાવી,જીવની મુક્તિ માગી લીધી
આવ્યા અવનીએ જગતઆધારી,સાચી ભક્તિ માણી
દીધી જીવનસંગીની પ્રભુને,ઝોળી ડંડોઆપ્યા ભાગી
ભક્તિ મનથી કરતાં સાચી,પ્રભુપરિક્ષા સાર્થક લીધી
.                   ……………………વિરપુરના તો એ વૈરાગી.

———————————————————-
જલારામ જલારામ જલારામ જલારામ જલારામ જલારામ
+++++++++++++++++++++++++++++++++++++
.          .આજે પુજ્ય જલારામ બાપાનો જન્મદીવસ છે.તેની યાદ રૂપે આ જન્મદીન કાવ્ય
પુ.બાપા અને વિરબાઇમાતાના ચરણમાં સપ્રેમ પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હિમાના
વંદન  જયજલારામ સહિત  અર્પણ.

November 18th 2012

સાચી મુલાકાત

.

 

 

 

 

.

.

.

.

.                       સાચી મુલાકાત

તાઃ૧૮/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત આનંદ હૈયે થયો,જ્યાં સાંભળ્યા રવિનભાઇને અહીં
ગઝલ ગીતનો સંગ રાખીને,સંગીતની કેડીને પકડી છે ભઇ
.                            …………………અનંત આનંદ હૈયે થયો.
શબ્દ સુરને પકડી રાખીને,સૌને સાચી પ્રીત આપી છે અહીં
હ્યુસ્ટન આવ્યા છે પ્રેમ લઈને,એજ અમારી તકદીર છે ભઈ
.                         …………………. અનંત આનંદ હૈયે થયો.
હેમંતભાઇના હાથછે અનોખા,મંજીરાનો સાથદીધો છે અહીં
મળી ગયો પ્રેમ સંગીતનો ભોજનમાં,એજ લાયકાતછે ભઇ
.                          ………………….અનંત આનંદ હૈયે થયો.
રાજુભાઇની અનોખી કેડી,જે તબલાં સાંભળતા મળી ગઈ
તાલ પકડીને શબ્દની સાથે,સૌનાદીલ જીતી લીધા અહીં
.                        …………………. અનંત આનંદ હૈયે થયો.
મળી ગઈ તક મને અનોખી,જે મારી મુલાકાત બની ગઈ
અનંતપ્રેમ મને મળ્યો સાંભળી,જે હ્યુસ્ટનમાં લાવ્યો ભઈ.
.                       ………………….. અનંત આનંદ હૈયે થયો.

********************************************
.          .વડોદરાના શ્રી રવિનભાઇ નાયક જેઓએ ભોજન રેસ્ટોરન્ટમાં ગીત અને ગઝલનો
કાર્યક્રમ કર્યો હતો.તે કાર્યક્રમ જોઇ અને સાંભળીને મને ઘણો જ આનંદ થયો.તેની યાદ રૂપે
આ સાથેનુ લખાણ તેમને અર્પણ કરુ છુ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

November 17th 2012

भाई भाई

.

.

 

 

 

 

.

 

 

 

 

.

.                     भाई भाई

ताः१७/११/२०१२               प्रदीप ब्रह्मभट्ट

ना मैं हिन्दु ना मैं मुस्लीम,ना मै शीख और इसाई
मानवताके संग रहनेसे,होजायेंगे हमसब भाई भाई
ऐसे संत जगतमें है, शेरडीके बाबा सांई बाबा सांई
……………..मेरे शेरडीके बाबा सांई,मेरे प्यारे बाबा सांई.
अल्ला इश्वर एक है समझाके,सुखकी  राह दिखाई
प्रेमप्रेमकी ज्योतजळाके,जीवको उज्वल राहबताई
मोहमायाका त्याग करके जीवनमें,प्रभुप्रीत जगाई
शीतळ स्नेहकी ज्योत प्रगटाके,मानवता महेंकाई
.                              …………………ऐसे संत जगतमें है.
जन्ममृत्युका संबंधसमजाके,जीवकीज्योत जगाई
तेरामेरा नासंग कभी आता,कर्मबंधन है अविनाशी
धर्म कर्मका बंधन है जीवको,ना मानवी अधिकारी
श्रध्धासबुरी साथरहेती,ना मोहमायाकी कोइ लोटी
.                             ………………….ऐसे संत जगतमें है.

———————————————————-
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

November 17th 2012

આંખ મળી

.                       આંખ મળી

તાઃ૧૭/૧૧/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું,જીવને રાહ દેખાઇ ગઈ
ઉજ્વળતાની કેડી શોધવા,અંતે મને સાથ મળ્યો અહીં
.                   ……………………આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું.
નિર્મળતાનો સહવાસ શોધતાં,મળી મને તકલીફો ભઈ
શ્રધ્ધા રાખતા જલાસાંઇમાં,જીવનમાં શાંન્તિમળી ગઈ
કૃપાથઈ પરમાત્માની મને,જ્યાં સાચીરાહ જોવાઇગઈ
સાથ અને સહવાસ મળતાં,જીવનમાં રાહત આવી ગઈ
.                 ……………………આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું.
માયાના વાદળ તો છે ઘેલા,અવનીએ ભટકે અહીં તહીં
સમજીવિચારી ચાલતા એઅટકે,નાજીવનમાં આપે કંઇ
સંગમળ્યો મને તારો જ્યારથી,જીવને શાંન્તિમળી ગઈ
નાઆધી આવે કોઇ જીવનમાં,કે નાવ્યાધી મેં જોઇ ભઈ
.                 ………………….. આંખ મળી ત્યાં અંધારુ ભાગ્યું.

**********************************************

November 15th 2012

ભાઇબહેન

.                       ભાઇબહેન

તાઃ૧૫/૧૧/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

નુતનવર્ષના આગમનને માણી,આજે ભાઇબીજ ઉજવાય
ભાઇ બહેનના પવિત્ર પ્રેમની,આજ નિખાલસતા કહેવાય
.            …………………..નુતનવર્ષના આગમનને માણી.
બહેનની આંખમાં આંસુ જોતાં,ભાઇની આંખો ભીની થાય
નિર્મળસ્નેહની જ્યોતમળતાં,અંતરમાં અનંતઆનંદથાય
પ્રેમભાવની જ્યોત હૈયામાંરહેતાં,ના જીભથીકાંઇ બોલાય
ભાઇબહેનના નિશ્વાર્થ પ્રેમથી,માબાપના હૈયે આનંદ થાય
.             ……………………નુતનવર્ષના આગમનને માણી.
કળીયુગની કાતરને ફેંકતા,મનને નિખાલસતા મળી જાય
ઉજ્વળપ્રસંગ મળતાં જીવનમાં,હૈયે પ્રેમનીવર્ષા થઇ જાય
પ્રભુભક્તિનો સંગ રાખતાં,જીવનમાંઉજ્વળરાહ મળી જાય
ભાઇબહેનના પ્રેમની જ્યોત જોઇને,સંત જલાસાંઇ હરખાય
.             …………………….નુતનવર્ષના આગમનને માણી.

+++++++++++++++++++++++++++++++++

 

 

November 14th 2012

જલીયાણ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                        જલીયાણ

તાઃ૧૪/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જગતમાં જલીયાણની પ્રગટતા,કૃપા પ્રભુની થાય
ભક્તિભાવની સાચીકેડી મળતાં,આ જન્મસફળ થઇ જાય
.                      …………………જ્યોત જગતમાં જલીયાણની.
મનમાં રાખી શ્રધ્ધા પ્રભુ રામમાં,લીધી અન્નદાનની કેડી
ભુખ્યાને ભોજન ખવડાવી,વિરપુરમાં શ્રધ્ધા સાચી કીધી
રામનામની જ્યોત પ્રગટાવતા,ઉજ્વળ જીવન કરીલીધુ
વિરબાઇ માતાના સંસ્કારે,ઠક્કર કુળને ઉજ્વળ કરી દીધુ
.                   …………………..જ્યોત જગતમાં જલીયાણની.
પ્રભુ ભક્તિમાં જ્યાં શ્રધ્ધા સાચી,ત્યાં પરિક્ષા આવી ઉભી
આવ્યા પ્રભુ દેહ ધારી વિરપુરમાં,સેવા માટે માગી પત્ની
શ્રધ્ધાએ જ્યાં સેવા લીધી,ત્યાં ઝોળી લાકડી આપી દીધી
ભાગ્યા જગત પિતા વિરપુરથી,જલીયાણ પર કૃપા કીધી
.                  …………………..જ્યોત જગતમાં જલીયાણની.

************************************************

« Previous PageNext Page »