November 14th 2012

નિર્મળતા

.                           નિર્મળતા

તાઃ૧૪/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો સંગ મળે જીવનમાં.જ્યાં શુભલાભને સચવાય
આવી રહેલઆફતને કળીયુગમાં,નિર્મળ સ્વભાવથીજીતાય
.                   …………………માનવતાનો સંગ મળે જીવનમાં.
મીઠી મહેંક મળે માનવતાએ,જ્યાં જીવે ભક્તિરાહ મેળવાય
ડગલુ માંડતા જીવનની રાહે,મનથી પ્રભુનું સ્મરણ થઈ જાય
નિર્મળતાનો સંગ મળતાં જીવનમાં,સૌ કામે સફળતા દેખાય
આંટીધુંટીની વળગણ છુટતાં,મળેલ આજન્મ સફળ થઇ જાય
.                  …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.
સ્વાર્થ મોહને નેવે મુકતાં,કળીયુગની લીલા પણ ભાગીજાય
મહેંક પ્રેસરે જ્યાં માનવતાની, જીવને ચારોધામ મળી જાય
સુખસાગરની એકજ હેલીએ,જગે સૌનો સાથ પણ મળીજાય
નિર્મળતાની સાચી કેડીને મેળવતાં,જીવ મુક્તિ માર્ગે દોરાય
.                 …………………..માનવતાનો સંગ મળે જીવનમાં.

====================================

November 12th 2012

પવિત્ર તહેવાર

.                      પવિત્ર તહેવાર

તાઃ૧૨/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો છે તહેવાર અનેરો,જેને દીવાળી કહેવાય
હિન્દુ ધર્મની પવિત્રકેડીમાં,એને ફટાકડે ઉજવાય
.                   …………………આવ્યો છે તહેવાર અનેરો.
મઠીયા,સુંવાળી ઘુઘરા ખાતા,મન મારું હરખાય
પ્રેમે પધારતા મિત્ર જનોને,આનંદે આવકારાય
હાય બાયનીકેડી છોડીને,બાથમાં એ આવી જાય
એવા સ્નેહીઓ આવીને,નુતનવર્ષને માણી જાય
.                  ………………….આવ્યો છે તહેવાર અનેરો.
થયેલ ભુલને છોડી દેતા,જીવે ઉજ્વળ રાહ મેળવાય
કાળીચૌદસે હનુમાનને પુંજતાં,વ્યાધીઓ ભાગીજાય
સ્નેહસાંકળમાં સંગીઓ મળતાં,પ્રેમ પણ પાવનથાય
અનંતઆનંદ હૈયે રહેતા,જીવને સુખશાંન્તિમળીજાય
.                   ………………….આવ્યો છે તહેવાર અનેરો.

.++++++++++++++++++++++++++++++++++++++

November 11th 2012

मंझील

.                     .मंझील

ताः११/११/२०१२                       प्रदीप ब्रह्मभट्ट

यही तो मंझील है हमारी,जहां प्रेमसे आये है आज
कलमप्रेमीकी प्रीत न्यारी,ह्युस्टनमें पायी है साथ
.                 …………………..यही तो मंझील है हमारी.
निर्मळ भावना संगे रहेती,जहां मिले माताका प्यार
कलमकीकेडी उज्वळ बनती,जहां रहेती श्रध्धासाथ
प्रेरणा रहेती धडकनके संग,वहां कलमकीर्तीके संग
मोहमायाना कदी स्पर्शती,जहां निखालस होता मन
.                 …………………..यही तो मंझील है हमारी.
आये है सब प्रेमको लेके,कलम कविता भी चारो और
कुदरतकी ये असीमकृपा,जहां मिलजाते है प्रेमी लोक
अनंत प्रेमकी ये केडी है,कलम प्रेमीयोकी तो हैमंझील
मिले है  दीलकी धडकनसे,उज्वळ होगा आजका दीन
.                ……………………यही तो मंझील है हमारी.

++++++++++++++++++++++++++++

November 11th 2012

મા ના શરણે

.                     મા ના શરણે

તાઃ૧૧/૧૧/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ જીવનો સંબંધ નિરાળો,જગના આગમને દેખાય
જન્મ દેતાજ જીવને માતાને,હૈયે અનંત આનંદ થાય
.                  …………………..દેહ જીવનો સંબંધ નિરાળો.
સંતાન બની અવતરતા દેહને,માનો પ્રેમ મળી જાય
માતાને હૈયે હેત ઉભરાય,જે નાના દેહને પણ દેખાય
સંસ્કારનીકેડી પકડાવેજીવને,દેવા ઉજ્વળ જીવનદોર
સમજી જાય જયાં જીવ કેડી,મળી જાય જીવનમાં પ્રેમ
.                …………………….દેહ જીવનો સંબંધ નિરાળો.
અંધકારથી ઉજાસ મેળવવા,જેમ આંખોને જ્યોત મળે
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં મળે માતાનો સાચો પ્રેમ
મળતા માના આશિર્વાદસંતાનને,જીંદગી ઉજ્વળ થાય
જન્મ સાર્થક મળે જીવને,જે અંતે મોક્ષ માર્ગ દઇ જાય.
.              ………………………દેહ જીવનો સંબંધ નિરાળો.

********************************************

 

November 10th 2012

માનવીની તરસ

.                    માનવીની તરસ

તાઃ૧૦/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

તરસ લાગે જ્યારે માનવીને,ત્યારે એ પાણી પીવા જાય
માયા લાગે જ્યારે કળીયુગની,ત્યારે બુધ્ધી બગડી જાય
.                      ………………….તરસ લાગે જ્યારે માનવીને.
કુદરતની આજ ન્યારી કેડી,સમયથી  એ સમજાઇ જાય
અપેક્ષાની ના સીમા જીવનમાં,ના માનવી એ તરી જાય
પળે પળે તરસ લાગે માનવીને,કઈ છે એ ના ઓળખાય
સમજી વિચારી પારખી લેતા,એ સમજદારને જ સમજાય
.                     ……………………તરસ લાગે જ્યારે માનવીને.
બાળપણમાં તરસ પ્રેમની,જે બાળકના વર્તનથી દેખાય
માતાની ગોદમાં પડખુ ફેરવતા,નિર્મળ પ્રેમ મળી જાય
કલમપકડતાં હાથમાં માનવીને,ભણતરનીતરસ દેખાય
શ્રધ્ધા રાખીને એ ચલાવતા,સિધ્ધીના સોપાન મળીજાય
.                     ……………………તરસ લાગે જ્યારે માનવીને.

……………………………………………………………………………….

November 10th 2012

સંકટમોચન

.

.

 

 

.

.

.

.

.

.

.

.

.                        સંકટ મોચન

તાઃ૧૦/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારના આધાર જગતમાં,મુક્તિમાં દે સાથ
એવા સંકટમોચન શ્રીહનુમાન,દે છે જીવને રાહ
.            ………………….નિરાધારના આધાર જગતમાં.
શનીવારની શીતળ સવારે,નિર્મળપ્રેમે પુંજન થાય
સિંદુરતેલનો સંગ રાખીને,તેમના પગે અર્ચનાથાય
બજરંગ બલીની શક્તિ ન્યારી,ભક્તિમાર્ગ દઈજાય
રામસીતાના પ્યારા વાનર,સંકટમોચન છે કહેવાય
.         ……………………નિરાધારના આધાર જગતમાં.
જગમાં ડંકો ભક્તિનો વગાડ્યો,પામ્યા પ્રેમ પ્રભુનો
સકળ જગતમાં શક્તિશાળી,રાવણ પણ હારી જાય
ગદા લીધી જ્યાં હાથમાં,જગે પરમાત્માય હરખાય
માગી લીધી કૃપા સીતાજીની,જે સિંદુરથી સહેવાય
.         ……………………નિરાધારના આધાર જગતમાં.

**************************************************

November 9th 2012

માગણી

.                     માગણી

તાઃ૯/૧૧/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ સ્નેહની ગંગા વહેતા,સૌ કામ સરળ થઈ જાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,સાચો પ્રેમજ મળીજાય
.                …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
શ્રધ્ધા મનમાં રાખતાં જીવનમાં,સફળતાને સહેવાય
મનથી મહેનત કરીજીવતાં,ના અપેક્ષાય કોઇ રખાય
સાથમળે ને સહવાસમળે,ને સાચી પ્રભુકૃપા થઈજાય
સુખશાંન્તિનો સંગ મળી જતા,નામાગણી કોઇ રખાય
.               …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
માગણી પરમાત્માથી રહે જીવનમાં,કૃપા રાખજો સંગ
નાઆશા કે નાઅપેક્ષા મારી,દેજો જીવને ભક્તિનોરંગ
ઉમંગ ને ઉજાસ રહે જીવનમાં,એજ જલાસાંઇનો પ્રેમ
અંતે જીવનો હાથ ઝાલજો,ના રહે મુક્તિમાં કોઇ વ્હેમ
.             …………………… નિર્મળ સ્નેહની ગંગા વહેતા.

==================================

November 9th 2012

માનવીની તાકાત

.                    માનવીની તાકાત

તાઃ૯/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,કે અવનીથી છટકી જાય
કર્મની કેડી પરમાત્માની દેન,ના કોઇ બંધનથી નીકળાય
.               ……………………ના માનવીની તાકાત જગતમાં.
શીતળ પવનની લહેર ના રોકે,કે ના પવનની ઝાપટ
ભાગે છટકવા અહીંતહીં અવનીએ,એજ પ્રભુની લાફટ
કર્મની સાચી કેડીનો સંગ લેતાં,પ્રભુ કૃપા થઈ જ જાય
ના સાધુ કે સંતની તાકાત,કે પરમાત્માને નિરખીજાય
.              ……………………ના માનવીની તાકાત જગતમાં.
વરસતો વરસાદ જગતમાં,ભુમિને ફળદ્રુપ કરી જાય
પડે ઝાપટ જ્યાંમેધરાજાની,ત્યાં ઘરબંગલાતુટી જાય
નાતાકાત માનવીની,કે જીવનેમળતો જન્મ રોકીજાય
દ્રષ્ટિ તેજ મળેલ છે દેહને,છતાંય ના પવનને જોવાય
.              …………………..ના માનવીની તાકાત જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++++++

November 7th 2012

લાગણીપ્રેમ

.                       લાગણીપ્રેમ

તાઃ૭/૧૧/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એ અંતરથી નીકળે,ના દેખાવમાં ઉભરાય
કળીયુગની કેડીએ જોતાં,વ્યર્થ સમય થઈ વેડફાય
.                  …………………લાગણી એ અંતરથી નીકળે.
પ્રસંગ પારખી પારકી આંખે,થોડી આંખોય ભીની થાય
દેખાવના દરીયામાં ડુબી,આજુબાજુ જોઇ એ બદલાય
સમયની વાંકી  કેડી લઈને,કળીયુગી પ્રેમ આવી જાય
બાથમાં ઘાલી સહાનુભુતી દ્વારે,જગને એ બતાવી જાય
.                    ………………….લાગણી એ અંતરથી નીકળે.
અંતરથી નીકળેલ પ્રેમને,ના કળીયુગ પણ સ્પર્શી જાય
સ્નેહની સાચી સાંકળ જોતાં જ,હૈયે મળેલ જીવો હરખાય
કુદરતની ન્યારી કેડીએ જીવતાં,સૌ માર્ગ સરળ થઇ જાય
લાગણી પ્રેમની પરખ મળે,જીવને સંબંધ સાચો સમજાય
.                   …………………..લાગણી એ અંતરથી નીકળે.

=====================================

November 6th 2012

સંઘર્ષ ટળે

.                     સંઘર્ષ ટળે

તાઃ૬/૧૧/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળે અવનીએ,દેહથી  જેવા કર્મ કરે
નાછટકે જગતમાં કોઇ,જીવને વિવિધ સંઘર્ષો મળે
.            …………………જીવને જન્મ મળે અવનીએ.
ઉજ્વળતાના સાથ મળે,જ્યાં ઉંચનીચને છોડાય
સરળતાની કેડીને લેવા,જીવના કર્મને સચવાય
મોહમાયાની ચાદર છુટતાં,ના વ્યાધી અથડાય
જીવનએવું જીવવુ જગે,જ્યાં માનવતા સચવાય
.               ……………….જીવને જન્મ મળે અવનીએ.
માનવ જીવનને સફળ કરવા,સાચી ભક્તિજ થાય
મહેનત સાચી કરતાં જીવનમાં,સુખ શાંન્તિ દેખાય
લાગણી મોહને સમજી લેતાં,ખોટા સંબંધને છોડાય
સંઘર્ષની કેડી છુટતા જીવનો,જન્મ સફળ થઇ જાય
.               …………………જીવને જન્મ મળે અવનીએ.

=================================

« Previous PageNext Page »