બહેન આવી
.
.
.
. બહેન આવી
૨૯/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પારખી અમારા અંતરનો,મારી વ્હાલી બહેન આવી અહીં
વર્ષો વર્ષની પ્રેમની કેડીને,આજે  સાચા પ્રેમે જ પકડાઇ  ગઈ
એમ વિપુલાબેનની આંખો જોતાં,આજે  જ ભીની દેખાઇ ગઈ
.                      …………………..પ્રેમ પારખી અમારા અંતરનો.
પ્રેમની સાચી શીતળતા મળી,ત્યાં  ભાવનાની આંખો ભીની થઇ
પ્રીથીલા આવી દોડી બારણે,એતો માસીની બાથમાં છુપાઇ ગઈ
ભીની આંખે પુનિતાજોતી,મમ્મીમાસીની સ્નેહે આંખો ભીની થઈ
આજે આવ્યો પ્રસંગ અનેરો,જોઇ કૃષ્ણાની લાગણી ઉભરાઇ ગઈ
.                     ……………………પ્રેમ પારખી અમારા અંતરનો.
શૈલા મારી બહેન નાની આવીહ્યુસ્ટન,સંગે સબ્રીના દીકરી આવી
ઇઝાઝ એના પતિછે વ્હાલા,સંગે દીકરા અનીષનો પ્રેમએ લાવી
બાથમાં લેતાં નાની  બહેનને,હૈયાપ્રેમથી આંખો મારી ઉભરાતી
વર્ષોવર્ષની અલગતા તુટતાંજ, અંતરની લાગણીઓ મેળવાતી
.                     ………………….. પ્રેમ પારખી અમારા અંતરનો.
*************************************************
.               .વિપુલાબેનની નાની બહેન શૈલાબેન તેમની દીકરી શબ્રીના સાથે
હ્યુસ્ટન આવી તેની યાદ રૂપે આ લખાણ વિપુલાબેન પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.
તાઃ૨૭/૧૨/૨૦૧૨.          ગુરૂવાર
